<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી પીસીબીએ પકડયો : રાજસ્‍થાની સપ્‍લાયર પણ સકંજામાં

નામચીન બૂટલેગર ફિરોઝ સંધીનો ૭૦ લાખનો દારૂ કુવાડવા જીઆઇડીસીમાં પકડયો ત્‍યાં જ છુપાવેલો વધુ ૩.૩૨ લાખનો દારૂ પીસીબીએ પકડયો : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ,જેસીપી ચેૈતન્‍ય મંડલિકની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા અને આર. કે. જાડેજાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૪: તાજેતરમાં એસએમસીએ કુવાડવા જીઆઇડીસીમાં આરકે   ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્‍લોટ નં. ૯માં દરોડો પાડી જંગલેશ્વરના નામચીન બુટલેગર ફિરોઝ હાસમભાઇ મેણુ-સંધીનો પોણા કરોડ જેવો દારૂ ઝડપી લીધો હતો. આ વચ્‍ચે પીસીબીની ટીમે ફરી આ જ સ્‍થળે દરોડો પાડી અહિ છુપાવી રાખેલો ફિરોઝનો વધુ ૩,૩૨,૧૬૦નો દારૂ પકડી લીધો છે. આ દારૂ જે તે વખતે એસએમસીની નજરે ચડયો નહોતો. બીજી તરફ ફરાર એવા બુટલેગર ફિરોઝને પણ પીસીબીની ટીમે દબોચી લીધો છે. તેની સાથે રાજસ્‍થાનના સપ્‍લાયરને પણ પકડી લવાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ગત ૧૯મીએ સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે કુવાડવા જીઆઇડીસીમાં દરોડો પાડી રૂા. ૭૦ લાખનો દારૂ પકડી લીધો હતો. જેને કારણે કુવાડવા પીઆઇને પણ પોલીસ કમિશનરે સસ્‍પેન્‍ડ કરી દીધા હતાં. આ પછી ક્રાઇમ બ્રાંચ એસીપી ભરત બસીયા અને પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની ટીમ હરકતમાં આવી હતી અને ફિરોઝને શોધી કાઢવા દોડધામ શરૂ કરી હતી. આ વચ્‍ચે પીસીબીની ટીમને માહિતી મળી હતી કે જ્‍યાંથી ફિરોઝનો ૭૦ લાખનો દારૂ પકડાયો ત્‍યાં જ ગોડાઉનમાં પ્‍લાસ્‍ટીકના ભંગાર નીચે બીજો દારૂ પણ છુપાવાયેલો છે અને એ પણ ફિરોઝનો છે. આથી પીસીબીની ટીમ ત્રાટતાં ૧૮૦ એમએલ વ્‍હીસ્‍કીના ૧,૨૩,૮૪૦ની ૭૨૦ ચપલા, અન્‍ય બ્રાંડના રૂા. ૮૨૫૬૦ના ૧૮૦ એમએલ વ્‍હીસ્‍કીના ૪૮૦ ચપલા, મીન્‍ટ ફલેવર જામુન વોડકાના ૧૮૦ એમએલના ૪૮૦ ચપલા મળી કુલ ૩,૩૨,૧૬૦ના ૧૯૨૦ ચપલા મળી આવતાં ફિરોઝ સામે અલગથી ગુનો દાખલ કરાવાયો હતો.દરમિયાન પીસીબીની ટીમે બાતમીને આધારે પાલનપુર નજીકથી ફિરોઝ હાસમભાઇ સંધીને અને રાજસ્‍થાનના સપ્‍લાયર વિજયપાલસ્‍ંિહ રાઠોડને પણ સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચ, પીસીબીની ટીમે આ કામગીરી કરી છે. કુવાડવાના દરોડામાં પીઆઇ પી. બી. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા,  એએસઆઇ મયુરભાઇ, સંતોષભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, ઘનશ્‍યામસિંહ, હેડકોન્‍સ. કિરતસિંહ, વિરેન્‍દ્રસિંહ, હરદેવસિંહ, કુલદીપસિંહ, વિજયભાઇ, ઉમેશભાઇ, દિલીપભાઇ, રાહુલગીરી, નગીનભાઇ, હિરેનભાઇ, કોન્‍સ. યુવરાજસિંહ, દેવરાજભાઇ, વાલજીભાઇ, હિરેન્‍દ્રસિંહ, વિશાલભાઇ, ડ્રા. હેડકોન્‍સ. જયેશભાઇએ કરી હતી. (૧૪.૮)

 ફિરોઝ હાસમભાઇ મેણુનો લાંબો ગુનાહિત ઇતિહાસઃ ૩૫ ગુનામાં સંડોવણીઃ ૭ વખત પાસા તળે જેલમાં ધકેલાયો હતો

ઞ્જ પોલીસ સુત્રોએ જણાવ્‍યા મુજબ જંગલેશ્વરમાં રહેતાં ફિરોઝ હાસમભાઇ મેણુ-સંધીનો બૂટલેગર તરીકે લાંબો ગુનાહિત ઇતિહાસ છે. રાજકોટમાં કુવાડવા રોડ, યુનિવર્સિટી, બી-ડિવીઝન, ગાંધીગ્રામ, તાલુકા પોલીસ, ભક્‍તિનગર, થોરાળા, આજીડેમ, ડીસીબી, એરપોર્ટ પોલીસ, રાજકોટ ગ્રામ્‍યમાં લોધીકા, ગોંડલ સીટી, શાપર, જસદણ, પડધરી, મોરબીમાં વાંકાનેર તાલુકા, ટંકારા, સુરેન્‍દ્રનગર મુળી સહિતના પોલીસ સ્‍ટેશનોમાં તેના વિરૂધ્‍ધ અત્‍યાર સુધીમાં દારૂના ૩૫ ગુના નોંધાયેલા છે. એક ગુનો  ટંકારામાં આર્મ્‍સ એકટ મુજબનો છે. ફિરોઝને અગાઉ ૭ વખત પાસા તળે નડીયાદ, સુરત, મહેસાણા, વડોદરા, અમદાવાદ જેલમાં પણ મોકલાયો હતો.

(2:44 PM IST)