તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
કૃષ્ણનગરમાંથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે મોરબીના વિનય મહેતાને પીસીબીએ પકડ્યો
કૃષ્ણનગર/૧૦ના ખૂણે દરોડો: પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઈ આર.કે. જાડેજા, પી.બી. ત્રાજિયા અને ટીમની કસમગીરી: મહિપાલસિંહ ઝાલા, અનિલભાઈ સોનારા, હરદેવસિંહ રાણા, હરપાલસિંહ ઝાલાની બાતમી

રાજકોટ: શહેર વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રિજેશ કુમાર ઝા દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પીસીબી ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરી અટકાવી છે. મોરબીના શખ્સને રાજકોટમાં દારૂનો જથ્થો ભરેલી કાર સાથે પકડ્યો છે.
જાણવા મળ્યા મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઈ. મહીપાલસિંહ ઝાલા, અનિલભાઈ સોનારા, હેડકોન્સ. હરદેવસિંહ રાણા તથા પોલીસ કોન્સ. હરપાલસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે એક મારૂતી સીયાઝ કારમાં વિદેશી દારૂનો જથ્થો શંકાસ્પદ રીતે લઈ જવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ હકીકત આધારે પીસીબી ટીમે કૃષ્ણનગર શેરી નં.૧૦, રુદ્રાશ કોમ્પ્લેક્ષની સામે રોડ પર વોચ ગોઠવી મારૂતી સીયાઝ કારને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા ઝડપાયેલ શખ્સનું નામ વિનય રમેશભાઇ મહેતા (ઉં. વ. ૪૯ ધંધો: વેપાર) છે, જે મોરબીના રવાપર રોડ પર આવેલા રંગઘરતી પાર્ક સ્થિત શુભ હિલ્સ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૭૦૨નો રહેવાસી છે.
કારમાંથી જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર મુદ્દામાલમાં બ્લેન્ડર પ્રાઇડ સિલેક્શન પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ની ૯૬ બોટલ કિંમત ૪૬,૦૮૦, માસ્ટર બ્લેન્ડર સીંગનેચર રેર એજ્ડ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની ૯૬ બોટલ કિંમત ૪૯,૫૩૬ રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડીલક્સ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ની ૯૬ બોટલ કિંમત ૨૯,૮૫૬, એઇટ પીએમની ૧૮૦ એમ.એલ.ની ૯૬ બોટલ કિંમત ૩૪,૫૫૦, મેકડોવેલ્સ નમ્બર વન વહીસ્કી ૧૮૦ એમ.એલ. ની ૯૬ બોટલ કિંમત ૨૫,૩૪૪, ઓલ સીઝન્સ ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની ૪૫ બોટલ કિંમત ૧૫,૦૭૫ ઇમ્પિરીયલ બ્લુ રીઝર્વ ગ્રેઇન વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની ૧૨ બોટલ કિંમત ૧૩,૨૦૦ની ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની ૧૨ બોટલ કિંમત ૧૩,૨૦૦ અને રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડીલક્સ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની ૧૨ બોટલ કિંમત ૧૫,૫૦૦નો સમાવેશ થાય છે. આ સિવાય દારૂની હેરાફેરીમાં વપરાયેલી ગ્રે કલરની સીયાઝ કાર GJ03MR-9567 કિંમત ૪,૦૦,૦૦૦ મળીને કુલ રૂ. ૬,૪૨,૪૫૧/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એ.એસ.આઈ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા તેમજ પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને હરપાલસિંહ જાડેજા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
(6:09 PM IST)










