તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
રૈયા રોડ અલાપગ્રીન પાછળ પીસીબીનો દરોડો: કારમાં બનાવેલા ચોરખાનામાંથી ૯૬ હજારનો દારૂ ઝડપાયો
પીઆઈ એમ.આર. ગોંડલીયા, પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજાની ટીમની કાર્યવાહી: મહીપાલસિંહ ઝાલા, અનિલભાઈ સોનારા, હરદેવસિંહ રાણા અને હરપાલસિંહ જાડેજાની બાતમી

રાજકોટ: શહેરમાં પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીકની સૂચના હેઠળ પીસીબી દ્વારા સતત પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાછળ શ્રીજી એવન્યુ સામેથી લોજી કારમાં સીટ નીચે બનાવેલા ચોરખાનામાં છુપાવેલા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ કુલ ૨,૯૬,૯૯૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઈ. મહીપાલસિંહ ઝાલા, અનિલભાઈ સોનારા, પો.હેડ.કોન્સ. હરદેવસિંહ રાણા અને પો.કોન્સ. હરપાલસિંહ જાડેજાને મળેલી સંયુક્ત હકીકતના આધારે રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાછળ, શ્રીજી એવન્યુ સામે રોડ પરથી રેનોલ્ટ લોજી કાર નં. GJ-03-LM-9607 અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારની સીટ નીચે બનાવેલા ખાનાઓમાંથી ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો મળી આવતા જયદીપ મગનભાઈ અકવાલીયા (ઉં.વ. ૪૦), રહે. શ્રીજી એવન્યુ, ફ્લેટ નં. ૧૦૧, આલાપ ગ્રીન સીટી પાછળ, રૈયા રોડ, રાજકોટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વેચવા માટે ઇન્દોરથી આ દારૂ ભરી લાવ્યાનુ તેણે રટણ કર્યું હતું.
આ કાર્યવાહીમાં માસ્ટર બ્લેન્ડર સીગ્નેચર પ્રમીયર ગ્રેઈન વ્હીસ્કી (૧૮૦ એમ.એલ.)ની ૧૦૬ બોટલ કિંમત ₹૪૩,૦૩૬, રોકફોર્ડ ક્લાસીક ફીનેસ્ટ બ્લેન્ડેડ વ્હીસ્કી (૧૮૦ એમ.એલ.)ની ૪૪ બોટલ કિંમત ૧૭,૮૬૪ અને રોયલ ચેલેન્જ અમેરીકન પ્રાઈડ ગોલ્ડ બ્લેન્ડ વ્હીસ્કી (૧૮૦ એમ.એલ.)ની ૯૦ બોટલ કિંમત ૩૬,૦૯૦ મળી કુલ ૨૪૦ બોટલ દારૂ કિંમત ૯૬,૯૯૦ તથા રેનોલ્ટ લોજી કાર GJ-03-LM-9607 કિંમત ૨,૦૦,૦૦૦ મળી કુલ ૨,૯૬,૯૯૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કામગીરીમાં પી.આઈ. એમ.આર. ગોંડલીયા, પી.એસ.આઈ. પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એ.એસ.આઈ. મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઈ સોનારા, વિરેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીયા, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે, હરપાલસિંહ જાડેજા અને ડ્રા.પો.હેડ.કોન્સ. જયેશભાઈ ગઢવી જોડાયા હતા.
(10:25 AM IST)










