તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
પ્રહલાદ પ્લોટમાં કોન્ટ્રાક્ટર કિશોર ચુડાસમાના ઘરમાં પીસીબીનો દરોડોઃ જૂગાર રમતાં ૬ પકડાયા
નગીનભાઇ ડાંગરની બાતમીથી કાર્યવાહીઃ ૬૫૫૦૦ની રોકડ કબ્જેઃ ચુનારાવાડમાં જાહેરમાં પત્તા ટીચતાં પાંચને થોરાળા પોલીસે પકડયા

રાજકોટ તા. ૧૮: શહેરમાં જુગારના વધુ બે દરોડામાં ૧૧ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.પીસીબીની ટીમે પ્રહલાદ પ્લોટમાં દરોડો પાડી કોન્ટ્રાક્ટર,વેપારીઓ સહીત ૬ને પકડ્યા હતા. જયારે થોરાળા પોલીસે કુબલીયાપરામાં દરોડો પાડી ૫ શખ્સોને પકડી લીધા છે.
જાણવા મળ્યા મુજબ પીસીબીની ટીમ દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. નગીનભાઇ ડાંગરને બાતમી મળી હતી કે પ્રહલાદ પ્લોટ શેરી નંબર ૩૩ દિગ્વિજય પ્લોટ મેઈન રોડ પર રહેતા કોન્ટ્રાક્ટર કિશોર છગનભાઈ ચુડાસમા પોતાના ઘરમાં માણસો ભેગા કરી જૂગાર રમાડી રહ્યા છે. આ બાતમી પરથીદરોડો પાડી ઘરધણી કિશોર ચુડાસમા તથા પુષ્કરધામ મેઈન રોડ પર રહેતા શેર બજારના ધંધાર્થી દિનેશ મોહનભાઈ પારેખ ,બજરંગ સોસાયટીમાં રહી મજુરી કામ કરતા જયેશ બાબુભાઇ ખાતરા,જાગનાથ પ્લોટમાં રહેતા વેપારી કિરીટ નારણભાઈ દત્તાણી, જીવરાજ પાર્કમાં રહેતા ટ્રેડીંગના ધંધાર્થી જયેશ જવાહરભાઇ ગગલાણી, નાણાવટી ચોકમાં રહેતા નિવળત જીવન જીવતા કિશોર પરષોતમભાઈ તન્નાને ઝડપી લઇ જુગારના પટમાંથી રોકડ રૂ.૬૫,૫૦૦ની રોકડ અને ગંજીપાના કબ્જે કર્યા હતાં. પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, નગીનભાઇ ડાંગર, હીરેનભાઇ, વાલજીભાઇ સહિતની ટીમે આ દરોડો પાડયો હતો.
જયારે બીજા દરોડાની વિગત મુજબ કુબલિયાપરા મચ્છી ચોક પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની થોરાળા પોલીસ મથકના હેડકોન્સ.વિક્રમભાઈ લોખીલને બાતમી મળતા ટીમે દરોડો પાડી જુગાર રમતા ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર (રહે. હા. બો. ક્વાર્ટર નવા બસ સ્ટેશન પાસે), જેઠાનંદ જમનાદાસ લાલવાણી (રહે. પરસાણા નગર), સંજય માવજીભાઈ ગોરી (રહે.સંતકબીર રોડ),જયસુખ આલાભાઇ ખીમસુરીયા (રહે. નવા થોરાળા), રાકેશ ભગવાનજીભાઈ રાઠોડ (રહે. ભગવતી પરા)ને ઝડપી લઇ મોબાલ અને રોકડ મળી કુલ રૂ.૨૯,૮૯૦નો મુદામાલ કબજે કર્યો છે. પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં આ કામગીરી થઇ હતી. આગળની તપાસ હેડકોન્સ. એચ. ડી. પરમાર ચલાવી રહ્યા છે.
(3:34 PM IST)










