<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

પીસીબીની ટીમનો ગોંડલ રોડ પર દરોડો: શિવરાજ ખાચર અને આદિલ શેખ દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે બે પકડાયા

એએસઆઈ. મહીપાલસિંહ ઝાલા, અનિલભાઇ સોનારા, હેડકોન્સ. હરદેવસિંહ રાણા અને કોન્સ. હરપાલસિંહ જાડેજાની બાતમી: પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ પી.બી. ત્રાજિયા, પીએસઆઈ આર.કે. જાડેજા અને ટીમની કાર્યવાહી

​રાજકોટ: શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નેસ્ત નાબૂદ કરવા અને અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ હોય, જે સૂચના અન્વયે પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ. મહીપાલસિંહ ઝાલા, અનિલભાઇ સોનારા, પો.હેડ.કોન્સ. હરદેવસિંહ રાણા અને પો.કોન્સ. હરપાલસિંહ જાડેજાને મળેલ સંયુક્ત હકીકત આધારે ગોંડલ રોડ ક્રિષ્ના પાર્કની બાજુમાંથી વાવડી તરફ જતાં રોડ ઉપરથી સ્વિફ્ટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

​પકડાયેલ આરોપીઓમાં શીવરાજ બાબુભાઇ ખાચર (ઉ.વ. ૨૨, ધંધો: અભ્યાસ, રહે. ઉપવનપાર્ક શેરી નં.૧, કણકોટ પાટીયા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ) તથા આદિલ જાહીદભાઇ શેખ (ઉ.વ. ૨૪, ધંધો: લીફ્ટફીટીંગ, રહે. સોલવન્ટ કોઠારીયા મહમદીબાગના ગેટ પાસે, મૂળ રહે. મોટા કોટડા, તા. વિસાવદર, જી. જુનાગઢ) નો સમાવેશ થાય છે.
​આ કામગીરીમાં પકડાયેલ મુદ્દામાલમાં રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ની બોટલ નંગ-૫૨૮ કિંમત રૂ. ૧,૬૪,૨૦૮ તથા ALL SEASONS ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ની બોટલ નંગ-૩૩૬ કિંમત રૂ. ૧,૧૨,૫૬૦ તેમજ સ્વિફ્ટ કાર  GJ-03-PR-4408 (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ બોટલ નંગ-૮૬૪ કિંમત રૂ. ૨,૭૫,૭૬૮  અને કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૭,૭૬,૭૬૮નો જપ્ત કરવામાં આવ્યો છે.
​આ કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. ત્રાજિયા, આર.કે. જાડેજા, એ.એસ.આઈ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને હરપાલસિંહ જાડેજાએ કરી છે. 

(10:12 AM IST)