તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
સ્વ. શ્રી પંકજસિંહજી જાડેજાની પપ મી જન્મતિથિ નિમિત્તે પી.ડી. માલવિયા કોમર્સ કોલેજ ખાતે ‘‘રકતદાન કેમ્પ''
પી.ડી. માલવિયા કોલેજના પૂર્વ વિદ્યાર્થી, રાજય સરકારશ્રીના સંનિષ્ઠ અધિકારી, ડેપ્યુટી કલેકટર : શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, પી.ડી. માલવિયા કોમર્સ કોલેજ તથા ડેપ્યુટી કલેકટરશ્રી પંકજસિંહજી જાડેજા મેમોરીયલ ગૃપના સંયુકત ઉપક્રમે ‘‘રકતદાન કેમ્પ''નું તા. ૧૭ શનિવારના સવારે ૯ થી ૧ર આયોજન

રાજકોટ, તા. ૧પ : ગુજરાત સરકારના કર્તવ્ય નિષ્ઠ, પ્રમાણીક પોતાની કાર્યશૈલી દ્વારા લોકચાહના મેળવનાર તેમજ ઉચ્ચ મુલ્યો ધરાવનાર સ્વ. શ્રી પંકજસિંહજી જાડેજાની ૫૫ મી જન્મતિથિ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન-રાજકોટ, પી.ડી. માલવિયા કોમર્સ કોલેજ-રાજકોટ તથા ડેપ્યુટી કલેકટરશ્રી પંકજસિંહજી જાડેજા મેમોરીયલ ગળપના સંયુક્ત ઉપક્રમે ૅરક્તદાન કેમ્પૅ નું તા. ૧૭-૧૦-૨૦૨૬ ને શનિવારના સવારે ૯ થી ૧૨, પી.ડી. માલવિયા કોમર્સ કોલેજમાં આયોજન કરવામાં આવેલ છે.
રક્તદાન કેમ્પમા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર ડૉ. નેહલભાઈ શુકલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. સંજીવભાઈ ઓઝા, પી.ડી. માલવિયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભા તથા ટ્રસ્ટીશ્રીઓ, પી.ડી. માલવિયા કોમર્સ કોલેજના આચાર્ય ડૉ. કમલેશભાઈ જાની સહિતના ઉપસ્થિત રહેશે.
સ્વ. શ્રી પંકજસિંહજી દ્વારા કરવામાં આવેલ સમાજ સેવા અને પરોપકાર પ્રવળતિને સાચી શ્રધ્ધાંજલી આપવાના ભાગરૂપે આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન કેમ્પમાં એકત્ર થનાર રક્ત પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટના દર્દીઓના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે.
આ રક્તદાન કેમ્પમાં સ્વ. પંકજસિંહજીના પરિવાર, મિત્રો, રાજપૂત સમાજના અગ્રણીઓ, અગ્રગણ્ય નાગરીકો તથા સામાજીક કાર્યકરો પણ આ સ્તુત્ય કાર્યને બિરદાવવા તથા સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરવા ઉપસ્થિત રહેશે. આ રક્તદાન કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અપીલ છે.
(3:32 PM IST)










