<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

એસ.ટી બસપોર્ટમાંથી છોડાતા ગંદા પાણીથી રાહદારીઓ-આસપાસના વેપારીઓને ભારે ત્રાસ

મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મહાનગરપાલિકાના સીટી ઇજનેર સમક્ષ રજૂઆત

રાજકોટ તા. ૨૧ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, કિશનભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ વાગડિયાની સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે કે મહાનગરપાલિકા વોર્ડ નંબર ૭ ના ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર પાછળ કનક રોડ પરના ગેટ પાસેથી ત્રીજા માળેથી પાણીના ધોધ છેલ્લા આઠેક દિવસથી વછૂટે છે મેલુ અને ગંદુ પાણી મુસાફરોની માથે પડે છે.

તદુપરાંત ભૂતખાના ચોકથી રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ સુધી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની બગલ સુધી ગટરો ઉભરાતી હોય ગંદા પાણીની રેલમછેલ થઈ રહી છે. આ અંગે  પણ મહાનગરપાલિકાના સીટી ઇજનેર અને ડેપ્‍યુટી એન્‍જિનિયરને ફોટા સાથે ફરિયાદ કરી પાણી છોડનારા આસામીઓ સામે નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરી તાત્‍કાલિક પાણી બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હોવાનું ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)ની યાદીમાં જણાવાયુ છે

(2:45 PM IST)