તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 4th November 2026
નાલંદા ઉપાશ્રયમાં દિવાળીના તહેવારોમાં તપ જપ આરાધના
‘‘પુચ્છિસ્સુણં''તથા શ્રી ઘંટાકર્ણ મહાવીરના જાપઃ પૂ. મોટા મહાસતીજી ના કંઠેથી મોટા મહા માંગલિકનું જીવંત પ્રસારણ

રાજકોટઃ તા.૪, ગોં. સંપ્ર.નાં સૌરાષ્ટ્ર ના સિંહણ વચન સિધ્ધીકા , તીર્થ સ્વરૂપા ભગવાન તુલ્ય, વિશ્વવિખ્યાત, પુ. શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ, (નાલંદા ઉપાશ્રય)માં દિવાળીના શુભ અને પ્રવીત્ર તહેવારો પ્રસંગે તપ જપ આરાધનાથી મહોત્સવની ભવ્યાતી ભવ્ય ઉજવણી થશે ધનતેરશ તા.૦૬ ના શુક્રવાર ના સવારે ૭:૦૦ થી ૮:૦૦ નવકારશી (સાધર્મિક બંધુઓ માટે જ), સવારે ૮ થી ૯ સોનલ સદાવ્રત સમારોહ ( માનવ રાહત), સવારે ૯ થી ૯૩૦ ‘‘પુચ્છિસ્સુણં'‘ ના જાપ, રૂપ ચૌદસ તા. ૦૭ શનિવારના શુભ દિવસે સવારે ૮:૩૦ થી ૯:૩૦ ‘‘પુચ્છિસ્સુણં'' ના જાપ, ૯:૩૦ થી ૧૦:૩૦ શ્રી ઘંટાકર્ણ મહાવીરૅ ના જાપ. (વિઘ્ન નિવારક દેવની દિવ્ય જપ સાધના) તા. ૦૮ ના રવિવારના દીપાવલી તેમજ દયાનિધાન પુ.શ્રી ભગવાન મહાવીરના ‘નિર્વાણ કલ્યાણક્' દિવસે સવારે ૮:૩૦ થી ૯:૩૦ ‘‘ પુચ્છિસ્સુણં'' ના જાપ, ૯:૩૦ થી ૧૦:૩૦ ભગવાન મહાવીરના ‘‘નિર્વાણ કલ્યાણક્'' નું વિશેષ પ્રવચન,તા. ૧૦ ના મંગળવારના રોજ બેસતા વર્ષના શુભ દિને ‘‘ગુરુ ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન''અવસરે સવારે ૭:૩૦ થી ૮ વાગ્યે પૂ. મોટા મહાસતીજીના કંઠેથી અર્પણ થયેલ મોટા મહા માંગલિકનું જીવંત પ્રસારણ યોજાશે
તા.૧૪ ના શનિવાર ના રોજ લાભ પંચમી ના સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ જ્ઞાન પૂજન નો અપૂર્વ આરાધના અવસર, ખાસ દીપાવલીના આ પાંચ દિવસના પ્રસંગોની ભવ્યાતી ભવ્ય ઉજવણી થશે. ભાઈ - બહેનોએ લાભ લેવા ખાસ વિનંતી.
(3:18 PM IST)










