<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

મનપામાં મતની ટકાવારી વધી પણ ૪૫ હજાર મત ઓછા પડયા

૨૦૨૧ની ચુંટણીમાં ૫,૫૪,૧૪૮ તથા ૨૦૨૬માં ૫,૦૮,૭૧૫ મતદારોએ મતદાન કર્યુ હતું : SIRના કારણે ટોટલ મતદારો ઘટયા તેથી ટકાવારી વધી વાસ્‍તવમાં મતદાન ઓછુઃ કોને ફળશે કાલે સમય બતાવશે

રાજકોટ,તા. ૨૭: ગઇકાલે રાજકોટ મહાનગરપાલિકાની સામાજ્‍ય ચૂંટણી અંતર્ગત યોજાયેલી મતદાન પ્રક્રિયામાં અંદાજીત સરેરાશ કુલ ૫૧.૬૦ ટકા મતદાન નોંધાયુ હતું. જેનુ પરિણામ આવતીકાલે તા.૨૮નાં મંળગવારે જાહેર થશે.

મનપાની ગત ચુંટણી કરતા ટકાવારી વધી પણ ૪૫ હજાર મતઓછા પડયા છે. કેમ કે, SIR ના કારણે ટોટલ મતદારો ઘટયા તેથી ટકાવારી વધી વાસ્‍તવમાં મતદાન ઓછુ થયુ છે. આ ઓછુ મતદાન કોને ફળશે તે કાલે બપોરના ૧૨ વાગ્‍યે ચિત્ર સ્‍પષ્‍ટ થઇ જશે.

રાજકોટમાં કુલ ૯,૮૫,૯૫૨  મતદારોમાંથી ૫,૦૮,૭૧૫ મતદારોએ મતદાન કર્યું ૨,૮૭,૧૩૨  તથા ૨,૨૧,૫૮૩ સ્ત્રીઓએ મતદાન કર્યું. રાજકોટ મનપાની ચૂંટણીમાં ૧૮ વોર્ડના ૨૩૬ ઉમેદવારોએ ઝંપલાવ્‍યું છે . ગઇ કાલે રાજકોટ મનપાની ચૂંટણીમાં ૫૧.૬૦ ટકા મતદાન થયું હતું. રાજકોટ મનપાની ચૂંટણીમાં ગત  ૨૦૨૧ ની ચૂંટણી કરતા એક ટકા મતદાન વધ્‍યું છે . ૨૦૨૧માં મનપાની ચૂંટણીમાં ૫૦૭૨ ટકા મતદાન થયું હતું. જેના પરિણામે ભાજપને ૬૮ અને કોંગ્રેસને ૪ બેઠક પર જીત મળી હતી. આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ ખેલાયો છે. જેમાં આમ આદમી પાર્ટીનો અંડર કરંટ પણ જોવા મળી રહ્યો છે. આ વખતે રાજકીય પક્ષોની અપેક્ષા મુજબ ૬૦ ટકા મતદાન થવાની શકયતા હતી પરંતુ તેની અપેક્ષા કરતા ઓછું મતદાન થયું છે.સ્ત્રી કરતા પુરૂષ મતદારોનું ૧૦ ટકા મતદાન વધ્‍યું છે.

ગત ચૂંટણીમાં રાજકોટ મનપાના વોર્ડ નંબર ૧૫ માં સૌથી વધુ ૫૮.૧૮ ટકા મતદાન થયું હતું જયારે આ વખતે ૫૧.૬૦ ટકા મતદાન નોંધાયું છે. એટલે કે ૨૦૨૧ ની દ્રષ્ટિએ ૪૩.૧૨ ટકા ઓછું મતદાન થયું છે . ૨૦૨૧ માં વોર્ડ નંબર ૧ માં સૌથી ઓછું ૪૫.૧૬ ટકા મતદાન થયું હતું જેની સામે ૨૦૨૧ વર્ષે વોર્ડ નંબર ૧માં ૪૩.૧૨ ટકા મતદાન નોંધાયું છે .રાજકોટ મનપાની અંદર સૌથી વધુ પાટીદાર મતદારોનો સમાવેશ થાય છે રાજકોટના વોર્ડ નંબર ૪, ૫,૬,૮,૯,૧૦, ૧૧, ૧૨, અને ૧૮ માં પાટીદાર મતદારોની સંખ્‍યા વધુ છે. ત્‍યારે આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના કારણે મતોનું વિભાજન જરૂર થયું છે . મતોના વિભાજન વચ્‍ચે આ વર્ષે રાજકોટ મનપાનું પરિણામ શું આવશે તેના પર લોકોની મીટ મંડાઇ રહી છે.

ર૦ર૧ અને ર૦ર૬માં કયા વોર્ડમાં કુલ મતદાન અને થયેલ મતદાનની માહિતી

વોર્ડ નં.                  ર૦ર૧                                               ર૦ર૬ 

        કુલ મતદાર    થયેલ મતદાન કુલ મતદાર    થયેલ મતદાન

૧             ૭ર,૦૧પ     ૩ર,પર૪        ૬૭,૧૮પ      ર૮,૯૭૦

ર             પપ,૧૦૯     ર૬,૭પ૦        ૪૪,૩૧પ      ર૧,૮૭૩

૩             ૭૦,૩૩૬     ૪૦,૧૧૭        ૭૩,૩૩૧      ૩૯,પ૧૮

૪             પ૭,ર૯ર     ૧ર,૩૬પ        પ૭,૯૮૭      ૩૭,પ૩૦

પ            ૪૮,૯૦૮     ર૬,૪૯પ        ૪૦,૮૦૭      ર૪,ર૪પ

૬             પ૦,૧૮૦     ર૬,૯૦ર        ૪ર,રર૬       ર૪,૯૧૧

૭             ૬૦,૬૧૮     ર૯,પપ૧        ૪૭,પ૦૭      ર૩,૦ર૯

૮             ૬૪,૩ર૩     ૩ર,૧પ૦        પ૪,૮૮૬      ર૬,પ૧૦

૯             ૬૯,૦૩૯     ૩૩,૪પ૮        ૬પ,૧૬૩      ર૮,૮૩૯

૧૦           પ૪,પ૮૩     ર૭,૩૧ર        ૪૮,૮૦ર       ર૩,૧પ૯

૧૧           ૭૬,૭૬૪     ૩૭,૯૭૧        ૯૦,૧૪૮      ૪ર,પ૧૪

૧ર           પ૯,૦૩૧     ૩૦,૬૮૭        પ૮,૦૦૧      ૩૦,ર૯ર

૧૩           પ૮,૪૪૦     ર૯,૭૯૦        ૪૯,૮૬૦      ર૪,પ૭૩

૧૪           ૬૦,પ૮૧     ર૯,રપ૧        ૪૯,ર૭૧       ર૬,૩પ૮

૧પ           ૪૯,૪૭પ     ર૮,૭૮૩        ૪૦,૭૮૯      ર૭,૮૮૬

૧૬           પ૩,૦૪ર     રપ,૬૦૧        ૪ર,૦૧ર       ર૩,પપ૬

૧૭           ૬૦,૪૮૯     ૩૧,ર૮૬        પ૦,૦૪૧      રપ,ર૧૩

૧૮           ૬૪,૭૬૬     ૩૩,૦૬પ        ૬૩,૬ર૧       ર૯,૭ર૯

        ૧૧૭૯૯૯૧    પપ૪૧૪૮      ૯,૮પ,૯પર     પ,૦૮,૭૧પ

(3:45 PM IST)