તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
મુઠ્ઠી ઊંચેરા વ્યક્તિનું વ્યક્તિત્વ... શિવલાલભાઈ વેકરીયાઃ ખેડૂતોના હકપત્રક માટે ગામડે ગામડે પ્રવાસ કર્યો'તો
દેશ માટે આર્મીમાં પણ જોડાયા હતા, પર્યાવરણ ક્ષેત્રે યોગદાન, છ દાયકા સમાજ માટે સમર્પિત કર્યા, બે ટર્મ સાંસદ રહ્યા : પરમ શિવ ઉપાસક, નિડર વક્તા, ધુરંધર નેતા : વ્યકિત પોતાના જીવનના આચરણમાં આદર્શોને જુએ તો જ શિવલાલ વેકરીયા જેવા સમર્થ અને સત્વશીલ વ્યકિતનું જાહેર જીવનમાં શકય બને, સમાજ રાજનિતી, ધર્મ, વ્યકિત, રાષ્ટ્રવાદ અને પારિવારીક જીવનમાં આ છ ક્ષેત્રોનો સુંદર સુયોગ અને સુભગ સમન્વય એ જ આ મુઠ્ઠી ઉચેરા વ્યકિતનું વ્યકિતત્વ

શ્રી શિવલાલભાઈ વેકરીયાનો જન્મ ૨૯મી એપ્રીલ, ૧૯૪૩ ના રોજ થયો. તેમાં તેમના ધર્મપત્ની સ્વ. સવિતાબેન, તેઓને ત્રણ ભાઈ અને બે બેન હતા, ભાઈઓ શિવલાલભાઈ, શામજીભાઈ અને કિશોરભાઈ બેન પુષ્પાબેન, અને શાંતાબેન, બે દીકરા અને એક દીકરી હતી. ઉમેશભાઈ(ભગવતી બ્રાઇટ) તેમના ધર્મ પત્ની કિરણબેન તેઓને બે દીકરા હતા વિનીતભાઈ અને દર્શક ભાઈ, નિરંજન ભાઈ (જનની કાસ્ટિંગ) (મો.૯૯૭૮૯ ૩૪૪૪૫) તેઓના ધર્મપત્તિ હીનાબેન તેમના પુત્ર શુભ અને પુત્રી દર્શીતાબેન દીકરી નિલેશ્વરી બેન (ટીનુ બેન)
શિવલાલભાઈ માત્ર૧૯ વર્ષની યુવાન વયે આર્મીમાં જોડાયા (ભારત-ચીન લડાઈ દરમ્યાન) વ્યવસાયે ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા છતાં જાહેર જીવનમાં યોગદાન આપવા ૧૯૬૬ થી રાજકીય પાર્ટી ભારતીય જનસંઘમાં જોડાયા અને ત્યારબાદ ૧૯૮૦ થી ૧૯૯૦ સુધી ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ મંત્રી તરીકે પદાધીકારીની જવાબદારી સંભાળી, શ્રી શિવલાલ ભાઈ વેકરિયા એ રાજકોટ જિલ્લાના તાલુકાના મથકો ઉપર ભારતીય જનસંઘના અગ્રણીઓ કાર્યરત હતા તેમાં સર્વશ્રી પુનમચંદભાઈ કોટક (મોરબી); લલિતભાઈ મહેતા (વાંકાનેર); ભાસ્કરભાઇ થડેશ્વર (જસદણ); ગોવિંદભાઇ દેસાઈ (ગોંડલ); હરિભાઈ જોગી (જેતપુર) સહિત જયંતીભાઈ ઢોલ; સવજીભાઈ કોરાટ; ગુમાનસિંહજી જાડેજા; નરસિંહભાઈ મુગલપરા; ગોરધનભાઇ ચાંગેલા; મોહનભાઇ કુંડરિયા ;કાંતિલાલ અમળતિયા; રઘુભાઈ ડોડીયા સહિતના અનેક નામી અનામી અગ્રણીઓના સાથ સહકારથી ભારતીય જનતા પાર્ટીએ શ્રી શિવલાલભાઈની સેવાઓને બીરદાવી, અને ૧૯૮૯ માં ૯મી લોકસભા અને ૧૯૯૧માં ૧૦મી લોકસભામાં ઉમેદવારી કરાવી અને પ્રજાએ ખોબલે ખોબલે મત આપીને જીત અપાવી. ભારતિય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા વિસ્તારમાં પ્રથમ સાંસદ બન્યા હતા. દેશની લોકસભામાં જુદી જુદી અગીયાર સમિતિઓમાં સભ્ય રહીને દેશના સર્વાગી વિકાસમાં અને પ્રજાના અવાજને વાચા આપવાના માધ્યમ બન્યા. રાજકોટ નાગરિક સહકારી બેંકમા ડિરેક્ટર તરીકે૧૯૮૧ થી ૧૯૮૯ સુધીમાં અમૂલ્ય સેવા આપેલ હતી અને અપના બજારમાં પણ સેવા આપેલ હતી.
પરમ શિવ ઉપાસક શ્રી શિવલાલભાઈનો નિકટનો પરિચય એટલે નિડરતા, સત્યવકતા. સ્પષ્ટવકતા, પુરૂષાર્થ, ખમીર, ન્યાય માટે યુધ્ધપ્રિયતા, સહજતા, સરળતા, કઠોર આગ્રહ, દુરંદેશીતા, પવિત્ર અને નિતિમય જીવન, અર્ચન ભકિત અને શકિત ઉપાસના, આવો સુભગ સમન્વય અને સમુત્કર્ષ જીવન અને સત્વશીલ વ્યકિત કોઇક જ હોય.
શ્રી શિવાલાલભાઈ વેકરિયા એ મુંબઈ અને રાજસ્થાનના બાસવાડા જીલ્લામાં સંસ્થાઓ સ્થાપી. અને ઘણી બધી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી. હાલ સૌરાષ્ટ્રની માતબર સંસ્થા શ્રીમતિ એ. પી. પટેલ કન્યા છાત્રાલયમાં આજે ૮૨ વર્ષની જૈફ ઉંમરે પણ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી શિક્ષણ પ્રત્યેની કર્તવ્યપારાયણતાનો પરિચય આપી રહેલ છે. આ ભવ્ય અને ભગીરથ કામગીરીના ભાગરૂપે નાત-જાતના ભેદભાવ વગર લાખો દિકરીઓ શિક્ષણ મેળવીને પોતાનીક કારકીર્દી બનાવી છે.
ગ્લોબલ વોર્મીંગ અને વાતાવરણ પ્રદુષિત થવાના કારણે ઋતુઓમાં ભયંકર તફાવત જોવા મળ્યો ત્યારે પર્યાવરણની ચિંતા કરીને પર્યાવરણને બચાવવા માટે વળક્ષારોપણ અભિયાન દ્વારા રાજકોટ જીલ્લામાં કડવા લીમડા રોપવાનું ચાલુ કર્યુ, એક લાખ વળક્ષોના લક્ષ્યાંક સાથે શરૂ કરવામાં આવેલા આ અભિયાનની ફલશ્રુતી સમાન આજે લોધીકા, કોટડા સાંગાણી, જસદણ સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં હરીયાળી જોવા મળી રહી છે. જે શ્રી શીવલાલભાઈ વેકરીયાની દીર્ઘદ્રષ્ટીનું પરીણામ છે. સાથે સાથે પાણી બચાવવા, કુવા રીચાર્જ, બોર રીચાર્જ અને નાના નાના બંધો દ્વારા પાણી સંગ્રહ માટે લોકોને પ્રોત્સાહીત કરવા ભુંગળા, પાઇપ, સીમેન્ટ સહીતના સાધન દાતાઓના સહકારથી વિનામૂલ્યે પુરા પાડી, પર્યાવરણ બચાવોની દિશામાં બેનમુન કામગીરી કરી. આ કામગીરીમાં રાજકોટના માન્યવર પત્રકાર શ્રી શામજીભાઈ આંટાળા, નટવરસિંહ ચૌહાણ, કિરીટભાઈ ગણાત્રા, કૌશીકભાઈ મહેતા, જગદીશભાઈ મહેતા, નૈધષભાઈ કારીયા, પ્રવિણભાઈ જોષી, સહીતના નામી અનામી નો સહકાર સાંપડયો.
સૌરાષ્ટ્રમાં ૧૯૮૦ થી ૧૯૯૫માં પ્રજાને કનડગત કરતા અને ગુંડાગીરી આચરતા તત્વો સામે યુવાનવયથી સામનો કરતાં શ્રી શિવલાલભાઇ વેકરીયા એ પૂર્વ ધારાસભ્ય સ્વ. પોપટભાઈ સોરઠીયાની સાથે રહીને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આચરવામાં આવતી ગુંડાગીરી સામે જેહાદ જગાવી જસાપર, ચાંદલી, નોંઘણચોરા, અરડોઇ, ફાડદંગ, કુવાડવા, સુલતાનપુર, માનગઢ, લાઠી જેવા અસંખ્ય ગ્રામ્યવિસ્તારમાં આચરવામાં આવતી ગુંડાગીરી સામે સ્વ. શ્રી ચીમનભાઈ શુકલ, સ્વ. સુર્યકાંત આચાર્ય જેવા નિડર સેનાપતિઓના નેતળત્વમાં સૌરાષ્ટ્ર ગુંડાગીરી નાબુદી સમિતિના સથવારે ગામડે ગામડે સભાઓ યોજી ગ્રામ્ય વિસ્તારની જનતાને હિંમત આપી સામનો કરવા પ્રોત્સાહન પુરુ પાડયું. પરીણામે ગ્રામ્ય વિસ્તારમાં ૧૯૮૪ માં પાલીતાણા પાસેના માનગઢ અને ૧૯૮૮-૮૯માં ગોંડળતાલુકા ના-સુલતાનપુર જેવા હત્યાકાંડો ઉપર લગામ આવી. અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે જે ગુંડાગીરી વિરૂધ્ધની જાગળતતા છે એ આ ગુંડાગીરી નાબુદી સમિતીને આભારી છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુંડાઓનો સામનો કરતા હજારો નિડર યુવાનોનું નિર્માણ આ એક નીડર સમાજ, જાગળત સમાજનું ઉત્કળષ્ટ ઉદાહરણ છે.
સીમાડા વટી મુંબઇ અને રાજસ્થાનના બાસવાડા જીલ્લામાં સંસ્થાઓ સ્થાપી. અને ઘણી બધી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી. હાલ સૌરાષ્ટ્રની માતબર સંસ્થા શ્રીમતિ એ. પી. પટેલ કન્યા છાત્રાલયમાં આજે ૮૬ વર્ષની જૈફ ઉંમરે પણ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી શિક્ષણ પ્રત્યેની કર્તવ્યપારાયણતાનો પરિચય આપી રહેલ છે. આ ભવ્ય અને ભગીરથ કામગીરીના ભાગરૂપે નાત-જાતના ભેદભાવ વગર લાખો દિકરીઓ શિક્ષણ મેળવીને પોતાનીક કારકીર્દી બનાવી છે.
ખેતી, ખેડુત અને ગામડાનો જીવ એટલે ખેડુતોને શું મુશ્કેલી પડે છે એનો જાત અનુભવ, ખેડુતોન પ્રશ્નોને વાચા આપવા રર મુદાઓને આવરી લઇને ખેડુત હકક માટે પદ યાત્રા યોજી, ૧૯૮૩નો એ સમય ગામડામાં ભાજપનું રાજકીય અસ્તીત્વ નહી, એ સમયમાં ખેડૂતોને જાગળત કરવા મહાઅભિયાન હાથ ધર્યુ રાજકોટ જીલ્લાના ૬૬ર ગામડાઓ પગે ચાલીને ખેડૂતોને પોતાના હકકની લડાઈ લડવા આહવાન કર્યુ. પડધરી, લોધિકા અને કોટડા સાંગાણી તાલુકાના ગામડાઓનો પ્રવાસ પુરો કર્યો ત્યારે ચોમાસાનું આગમન થયું પરંતુ રોકાય તે વેકરીયા નહી, બાકીના તાલુકામાં જીપ દ્વારા પ્રવાસ કરીને અભિયાન પૂર્ણ કર્યુ. ૧૯૮૬, ૮૭, ૮૮ ની સાલમાં રાજકોટ જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં લગાતાર ત્રણ વર્ષ સુધી દુષ્કાળના ભરડાએ જગતના તાતને પાયમાલ કરી નાખ્યો. ખેડૂતોને પ્રિમીયમ મુજબ પાક વિમાની રકમ કેન્દ્ર સરકારે અને રાજય સરકારે ચુકવવી જે આવા દુષ્કાળનાં સમયમાં સરકારે ૨૯૦ કરોડ જેવી જંગી રકમ જે ખેડૂતોના હકકની હતી તે ચુકવતી ન હતી તે રકમ ઉપાડી સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ બનાવીને ભાજપે આંદોલન ચલાવ્યુ, ઢેબર ચોક ખાતે શ્રી ચંદુભાઈ શીંગાળા અને ખોડીદાસ મેઘાણી સહીત આગેવાનો ઉપવાસમાં જોડાયા, આમ જિલ્લાના અનેક પ્રશ્નોમાં સ્વર્ગસ્થ ચકુભાઈ ડોડીયા, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી પરષોત્તમભાઈ રામાણી, હર્ષદ વેકરીયા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓ એ ભાજપનો પાયો જિલ્લામાં મજબૂત કર્યો હતો, તા. ૨૬ ના રોજ શાષાી મેદાનમાં વિશાળ ખેડૂત સંમેલન બોલાવી જેમાં ૧૫ થી ૧૭ હજાર ખેડૂત હાજર હતા.
લગાતાર બે વર્ષ સરકાર સામે લડાઈ લડી અને શ્રી શિવલાલભાઇ વેકરીયાએ પ્રતિજ્ઞા લીધી કે ‘કાર્યમ્ સિધ્ધયામિ દેહમ્ પતિત્યામિ' મારૂ શરીર પડી જશે પરંતુ હું કાર્ય સિધ્ધ કરીશ. આ એમના દીલનો અવાજ હતો, અંતે સરકાર ઝુકી, આ કાર્ય સિધ્ધ કરીને ખેડુતોના ૨૯૦ કરોડ વિમાની રકમ અપાવી ઉપરાંત ૧૦ હજાર સુધીના દેવા માફ કરાવ્યા.
માત્ર આંદોલનાત્મક નહી પરંતુ રચનાત્મક દીર્ઘ દ્રષ્ટિ ધરાવતાં શિવલાલભાઇએ સૌરાષ્ટ્રમાં રહેતી કાયમી પાણીની તંગીના ઉકેલ માટે શ્રી કેશુભાઈ પટેલ પાસે મદાવા ડુંગર (જસદણ તાલુકો) જયાંથી સૌરાષ્ટ્રની સાત નદીઓનું ઉદ્ભવ સ્થાન છે. ત્યાં ટેકનીકલી ડુંગર ઉપર પાણી ચડાવી નર્મદાનું પાણી છોડવામાં આવે તો નદીઓ નવપલ્લીત થાય અને જીવતી થાય તો સૌરાષ્ટ્રનો પાણીનો ઉકેલ મળે , આ પ્રોજેકટના હાર્દને સમજીને મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર માટે સૌની યોજના ને સફળ બનાવી અને આજે મોટા ભાગના સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાના પાણી ભરાય છે.
ખેડૂતો અને ખેતી તથા ગામડાના વિકાસ માટે આવા અનેક કાર્યક્રમો શ્રી શિવલાલભાઇ એ રાત દિવસ જોયા વગર હાથ ધર્યા, જેમાં જમીન ટોચ મર્યાદા કાયદો નાબુદી લેવી અને ઝોનમાંથી નાબુદ કરવી,ખેતીની પેદાશોને આંતરરાજય હેરાકેરી ઉપરનો પ્રતિબંધ ઉઠાવવા અને જમીન સંપાદન કાર્ય પોષણક્ષમ ભાવ બાંઘણું. વિમાનું રક્ષણ વગેરે અનેક બાબત અંગે યોગ્ય અને અસરકારક રજુઆતો દ્વારા ખેડૂતોને લાભઅપાવ્યા. કેટલા પ્રસંગો લખવા અને કેટલા વર્ણવવા, શ્રી શિવલાલભાઈના જીવનની દરેક પળ ખેડૂતો માટે અને સમાજ માટે ખર્ચાતી હીત. બસ એટલું જ કહી શકાય.
સ્વ. શિવલાલ ભાઈ વેકરિયા સાચા અર્થમાં કર્મયોગી હતા. ૧૯૮૯માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાપક ડો. હેડગેવારજીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ડો. હેડગેવારજી જન્મ શતાબ્દી સમિતિ હેઠળ અનેકવિધ પ્રકલ્પો હાથ ધરાયા. સ્વ. શિવલાલભાઈ વેકરિયા અને સ્વ.ચકુભાઈ ડોડીયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વ. નટવરસિંહજી વાઘેલા; સ્વ. પ્રવિણભાઇ મણિયાર; રાજકોટ મહાનગર સંઘચાલક જી સ્વ. રમેશભાઈ શુક્લ સ્વ.ડો. પ્રફુલભાઈ દોશીસહિતના અગ્રણીઓ દ્વારા ચાલતા સેવાકાર્યમાં યથાયોગ્ય સહયોગ આપ્યો હતો.
શ્રી શિવલાલભાઈના નેતળત્વમાં અને સામાજીક આચરણમાં સરદાર સાહેબનો પ્રભાવ જોવા મળે છે. કોંગ્રેસ સરકારમાં વર્ષો વિતવા છતાં સંસદભવનમાં સરદાર સાહેબની પ્રતિમા મુકવામાં આવી ન હતી. એક સાંસદ તરીકે શ્રી શિવલાલભાઈના મનમાં આ વાત ખૂંચતી હતી, ગુજરાતના આ લોકનાયકને અમર બનાવવા ઝુંબેશ હાથ ધરી, સરદાર જયોત યાત્રા દ્વારા સરદાર સાહેબના કાર્યો અને રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાને ગામડે ગામડે પહોંચાડી, રાજકોટના શાષાી મેદાનમાં સરદાર સંમેલન યોજવામાં આવ્યું. અને સરદાર સાહેબનો સમાજને નારો આપ્યો ‘જય સરદાર' અમદાવાદ મુકામે સાબરમતીના કિનારે સરદાર સાહેબની ૧૦૦ ફુટ ઉંચી પ્રતિમા બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો.
પાટીદાર સમાજના અગ્રણીશ્રી સી. પટેલ સાહેબે જમીન દાનમાં આપી, દંતાલી આશ્રમના સદગુરૂશ્રી સ્વામી સચીદાનંદજી સ્વામી, પટેલ સાહેબ, શિવલાલભાઈ સહીત ટ્રસ્ટી મંડળમાં આવ્યા અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને ખાતમુહુર્ત માટે આમંત્રણ આપવા મુલાકાત કરી ત્યારે મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબનું ઋણ ચુકવવા ટ્રસ્ટી મંડળને વિનંતી કરી કે સરદાર સાહેબની પ્રતિમા સરકાર બનાવશે અને તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હશે, આ વિચારમાંથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો પ્રોજેકટ અમલમાં આવ્યો.
સતત છ દાયકા સમાજને માટે સમર્પિત કરનાર શ્રી શિવલાલભાઈ વેકરીયા જાહેર જીવનમાં એ પ્રેરણારૂપ વ્યકિતત્વ છે. વર્તમાન રાજકારણમાં સામાજીક પદ માત્ર આર્થિક ઉંચાઇથી માપવામાં આવે દે રાજકારણ આજે પ્રોફેશ્નલ (ધંધાદારી) બની ગયુ છે. ત્યારે શ્રી શિવલાલભાઈ વેકરીયા જેવા કર્મવીરોન જીવનગાથા આજનો સમાજ જાણે ઓળખે અને પ્રેરણા મેળવે એ સમાજની તંદુરસ્તી માટે જરૂરી છે. આ ઉર્જાવાન વ્યકિત્વને ઓળખવામાં સમાજે કયાંક ભુલ કરી છે અને જાહેર જીવનને પાંગળુ બનાવીને સમાજ નેતળત્વને પાંગળું બનાવ્યુ છે, કડવું છે પણ સત્ય છે તે સમાજે સ્વીકારવું રહયું.ખમીર અને ખુમારી ભરેલ વ્યકિતત્વ એટલે શ્રી શિવલાલભાઈ વેકરીયા, રાષ્ટ્રીય વિચારધારા અપનાવી જનસંઘના રાજકીય રંગે રંગાયેલ શ્રી શિવલાલભાઈ વેકરીયા ગમે તેવી ચેલેન્જને ઉપાડવા સતત તત્પર રહેતા હતા. ૧૯૬૮ થી જનસંઘના વિચારને ગામડામાં વેગવંતો કરવા સતત મથામણ કરતા તે વખતે હિમાલયમાં બરફ ગોલા વેચવા જેવો તાલ હતો. પરંતુ જરાયે ડગ્યા વગર પરિસ્થિતિનો સામનો કરતા રહેલ અને ગામડામાં ખેડૂતો અને ગ્રામ્ય મજુરો વાડા વાવનાર દેવીપુજક સમાજ વગેરેના હકક માટે સતત લડત આપતા આપતા ગામડામાં ભારતીય જનસંઘનો પગપેશારો કર્યો. ૧૯૮૦ થી ભારતીય જનતા પાર્ટી વતી અને તે સમયે પાક વિમાથી લડત અને ગામડામાં ફેલાયેલ ગુંડાગીરીને નાથવાનો પડકાર જીલીને સૌરાષ્ટ્ર ગુંડાગીરી નાબુદી સમિતિના રાજકોટ જીલ્લા પ્રમુખ બન્યા અને જે જે ગામમાં લુખ્ખાગીરી થતી હતી તે ગામમાં જઈને સભા કરેલી અને આવા ગુંડા તત્વોને પડકાર કરવાનું જીવના જોખમે કરતા રહેલ અને તેમાં ખૂબ જ સફળતા મળેલ ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં ભાજપની અલગ ઓળખ થઇ અને ગ્રામ્ય લોકોના હૃદયમાં ભાજપનું સ્થાન અપાવ્યું અને ત્યારબાદ બે ટર્મ સાંસદ તરીકેની ફરજ બજાવેલ ત્યારે સૌરાષ્ટ્રના પાણી, રોડ રસ્તા,રેલ્વે, સૌરાષ્ટ્ર ઉદ્યોગિક હબ ગણાતું વગેરે પ્રશ્નોનું અનેક રજૂઆત કરેલ હતી,તેના અનેક પ્રશ્નો,આમ એક ગામડાના અદના કાર્યકરથી શરૂ કરીને સાંસદ સુધીની સફળતા એ પહોંચ્યા ધન્ય છે. તેમની ખમીર અને ખુમારીને કે જેમને પડકારો જીલવા કયારેય પોતાની જાતની પરવા કરેલ નથી અનેક યાદગાર સંભારણા અને કાર્યો તેના જીવનનો એક ના ભૂલાય તેવો કિસ્સો બનીને આવનારી પેઢી દિશા દર્શન કરાવતા રહેશે .(૪૧.૫)
: સંકલન :
જયેશભાઈ સંઘાણી
ચંદુભાઈ શિંગાળા
કિરીટભાઈ પાઠક
રમેશભાઈ વેકરીયા
અરૂણભાઇ નિર્મળ

(2:36 PM IST)










