News of Thursday, 25th June 2026
પરસાણાનગરમાં પેટ્રોલ પંપના કર્મચારીએ ફિનાઇલ ગટગટાવ્યું
પંપ ખાતે યુરીયાની ચોરીનું આળ મુકાતાં પગલું

રાજકોટ તા. ૨૫: જામનગર રોડ પર પરસાણાનગર મેઇન રોડ પર રીના એપાર્ટમેન્ટમાં રહેતાં તુલસીભાઇ ધ્યાનચંદભાઇ ખીજાણી (ઉ.વ.૫૭) નામના પ્રોૈઢે સવારે ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
તુલસીભાઇ પેટ્રોલ પંપમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેના કહેવા મુજબ પંપ ખાતે યુરિયાની બે ડોલ વેંચી હોઇ તે અંગે પોતે સુપરવાઇઝરનું ધ્યાન દોરતાં ભુલી ગયા હોઇ તેના પર ચોરીનું આળ મુકાતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(3:42 PM IST)










