<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ગોંડલથી ટ્રેનમાં PHDની છાત્રાનું લેપટોપ ચોર્યુ, રીબડા સ્‍ટેશને જાણ થઇ અને ભકિતનગરે પકડાયો

લેપટોપ ચોરીને ‘સ્‍પીડ' પકડી પણ પોલીસે ‘નેટવર્ક' જામ કરી નાખ્‍યુ રાજકોટ અભ્‍યાસ કરતી કેશોદ પંથકની છાત્રાની રેલ્‍વે પોલીસમાં ફરીયાદઃ મહારાષ્‍ટ્રના તસ્‍કરની પીઆઇ એચ.એમ.રાણાની રાહબરીમાં પુછતાછ શરૂ કરાઇ

રાજકોટ, તા.૨૧: રાજકોટમાં રહી પીએચડીનો અભ્‍યાસ કરતી મુળ કેશોદ પંથકની યુવતી કેશોદ થી રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્‍યારે ગોંડલ અને રીબડા રેલ્‍વે સ્‍ટેશન વચ્‍ચે તેનું ૩૦ હજારનું લેપટોપ ચોરી ભાગવાનો પ્રયાસ કરનાર તસ્‍કર ને ભકિતનગર રેલ્‍વે સ્‍ટેશન પર રેલ્‍વે પોલીસે દબોચી લઇ પૂછતાછ શરૂ કરી છે.

આ મામલે શહેરના જે.કે. ચોક પાસે શિવશકિત સોસાયટીમાં રહેતી અને પી.એચ.ડી.નો અભ્‍યાસ કરતી મુળ કેશોદના નાની ઘનસારી ગામની પુનમબેન રાજદેભાઇ હડીયા (ઉ.વ.૨૭) એ રેલ્‍વે પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ કે તે ગઇકાલે વેરાવળ-રાજકોટ એકપ્રેસ ટ્રેનમાં કેશોદ રેલ્‍વે સ્‍ટેશન થી જનરલ ડબ્‍બામાં બેસી રાજકોટ આવવા રવાના થઇ હતી.

રાત્રે સાડા આઠેક વાગ્‍યે ગોંડલ આવતા તેની સીટ પાસે અજાણ્‍યો શખ્‍સ બેઠો હતો. જે શંકાસ્‍પદ રીતે નજર આજુબાજુ કરતો હતો. ત્‍યારબાદ તેનું ધ્‍યાન મોબાઇલમાં હોય તેનું ધ્‍યાન થોડીવાર બાદ અચાનક તેની સીટની ઉપરની તરફ સાઇડમાં રાખેલ બેગ કે જેમાં રૂા. ૩૦ હજારની કિંમતનું લેપટોપ હતું૦ તેના પર જતાં તે જોવા ળ્‍યુ ન હતું. આ સમયે ટ્રેન ગોંડલ રેલ્‍વે સ્‍ટેશન પર ઉભેલી હતી. બીજી તરફ તેની સીટ પાસે બેસેલ શંકાસ્‍પદ શખ્‍સ પણ ન હોવાથી તત્‍કાલ ડબ્‍બામાં તપાસ કરતા અને અન્‍ય મુસાફરોને પુછતાં ટ્રેનનાં દરવાજા પાસે ઉભેલા મુસાફરે એક શખ્‍સ લેપટોપ બેગ લઇને અહીંથી આવ્‍યો હોવાનું અને આગળના જનરલ ડબ્‍બામાં ગયો હોવાનું કહયું હતું. આ સમયે ટ્રેને રીબડા રેલ્‍વે સ્‍ટેશને પહોંચતા તે અન્‍ય મુસાફરની મદદથી લેપટોપ ઉઠાવનારની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કયાંય પત્તો લાગ્‍યો નહતો. થોડીવાર બાદ ભકિતનગર રેલ્‍વે સ્‍ટેશન આવતા ત્‍યાં હાજર પોલીસ સ્‍ટાફે વાત કરતાં સ્‍ટાફ વોચમાં ગોઠવાયો હતો. બાદમાં લેપટોપ ચોરી કરનાર તસ્‍કર ટ્રેનમાં દરવાજા પાસે ઉભેલો હોવાથી તેને જોઇ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને લેપટોપ બેગ સાથે પકડી લીધો હતો. તેની પુછતાછમાં પોતાનું નામ રિતીક ભૈયાજી કામલે (ઉ.વ. રર રહે. માંગરોળ, મુ મહારાષ્‍ટ્ર) હોવાનું જણાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પી.આઇ. એચ.એન. રાણાની રાહબારીમાં ટીમે તપાસ શરૂ કરી છે.

 વાત કરતાં સ્‍ટાફ વોચમાં ગોઠવાયો હતો. બાદમાં લેપટોપ ચોરી કરનાર તસ્‍કર ટ્રેનમાં દરવાજા પાસે ઉભેલો હોવાથી તેને જોઇ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને લેપટોપ બેગ સાથે પકડી લીધો હતો. તેની પુછતાછમાં પોતાનું નામ રિતીક ભૈયાજી કામલે (ઉ.વ. રર રહે. માંગરોળ, મુ મહારાષ્‍ટ્ર) હોવાનું જણાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પી.આઇ. એચ.એન. રાણાની રાહબારીમાં ટીમે તપાસ શરૂ કરી છે.

(2:04 PM IST)