તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
ફોટોગ્રાફર બગથરિયા પરિવારના આંગણે બહુચરમાંના ભકતોની પધરામણીઃ ચિ.પ્રિહાન માટે હેતથી હાલરડા : કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ અનરાધાર

રાજકોટ : જાણીતા પ્રેસ ફોટોગ્રાફર (અકિલા) શ્રી અશોક બગથરિયાના પરિવારમાં ખુશીનો ખજાનો વધ્યો છે. સંદીપ અશોકભાઇ બગથરિયાના સુપુત્ર શ્રી પ્રિન્સ અને શ્રીમતી દિવ્યાને ત્યાં તા. ૧૦-૧૦-ર૦ર૬ ના રોજ પુત્રરત્ન ચિ. પ્રિહાનનો જન્મ થયો છે. બે દિવસ પહેલા બગથરિયા પરિવારના નિવાસસ્થાન ૧૧-શ્રીનાથજી સોસાયટી, મવડી રોડ ખાતે રામનાથપરા મઢના ગીતા ફૈબા, નરગીલ ફૈબા, ક્રિષ્ના ફૈબા, નિશા ફૈબા, જયા ફૈબા સહિત ૧પ જેટલા માતાજીના ભકતોએ પધરામણી કરેલ માસુમ બાળકને રમાડીને મધૂરાકંઠે હાલરડા ગાઇને આર્શીવાદ આપેલ બહુચરાજી માતાજીના ભકતોએ બગથરિયા પરિવારની લાગણીને માન આપી પધરામણી કરતા પરિવારે તેમનું સ્વાગત કરી આભાર માનેલ. હાલરડાએ ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિનું એક ખુબ જ સુંદર, મધુર અને ભાવાત્મક અંગે છે. નાના બાળકને સૂવડાવતી વખતે માતા કે પરિવારજનો દ્વારા જે ગીતો ગાવામાં આવે છે. તેને ‘હાલરડા' કહે છે. ‘હાલવું' કે ‘ડોલવું' ક્રિયાપદ પરથી હાલરડુ શબ્દ બન્યો છે. બાળકને હાલક-ડોલક કરીને અથવા પારણામાં ઝુલાવતા ગાવામાં આવતુ ગીત એટલે હાલરડું. હાલરડાં એ માત્ર બાળકને સૂવડાવવાનું સાધન નથી, પણ તે માતા અને સંતાન વચ્ચેના ગાઢ સ્નેહ, વાત્સલ્ય અને સંવેદનાની અભિવ્યકિત છે. આવી અભિવ્યકિત માતાજીના ભકતોએ કરી હતી જેનાથી વાતાવરણ ભાવભર્યુ બની ગયું હતું. આ પ્રસંગે પરિવારના વિશેષ આમંત્રિત અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ઉપસ્થિત રહી બાળક ચિ. પ્રિહાન પર આશીર્વાદ વરસાવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ (પિન્ટુભાઇ ખાટડી) ઝાલા, અને સગાસંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અશોકભાઇ, સંદીપ, પ્રિન્સ અને હવે પ્રિહાનના જન્મથી બગથરિયા પરિવારમાં ચોથી પેઢીનો પ્રારંભ થયો છે. (તસ્વીરઃ અભિજિત બગથરિયા)
(2:11 PM IST)










