<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથ મહાદેવ મંદિરને વાસમુક્ત-ગંદકીમુક્ત બનાવવાના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ

પાણીમાંથી દુર્ગંધ દૂર કરવા અને શુદ્ધિકરણ માટે બાયોટેક કંપનીને સોંપાયો પાયલોટ પ્રોજેક્ટ : સવારે 11 વાગ્યે મનપાના પાંચેય પદાધિકારીઓ લેશે મુલાકાત

રાજકોટ : સ્વતંત્રતા દિવસના ધ્વજવંદન પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી ડો. નેહલ શુક્લ દ્વારા શહેરના પવિત્ર રામનાથ મહાદેવ મંદિરને વાસમુક્ત અને ગંદકીમુક્ત બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને અમલમાં મૂકવાના પ્રથમ ચરણરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક બાયોટેક કંપનીને પાણીમાંથી દુર્ગંધ દૂર કરવા તેમજ પાણીના શુદ્ધિકરણ માટે પાયલોટ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે.

 

શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે આવતીકાલે સવારે 11:00 વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાના પાંચેય પદાધિકારીઓ રામનાથ મહાદેવ મંદિર ખાતે મુલાકાત લઈ આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરશે.

 

(6:57 PM IST)