<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

દશેરાએ અકિલા રઘુવંશી બીટ્‍સ રાસોત્‍સવમાં ખેલૈયાઓએ સૌના દિલ જીત્‍યાઃ લાખેણા ઈનામો

મનમોર બની થનગાટ કરે...સાસો કી માલા પે હૈ શિવાજી કા નામ...

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ આયોજીત ‘અકિલા રઘુવંશી બીટસ ૨૦૨૬' માં અંતિમ દિવસે 'માડી તારો ગરબો ઘૂમતો જાય....', 'માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે...', 'મન મોર બની થનગાટ કરે..', 'રઘુકૂળ યુવા ગ્રુપ એ દીઠેલા, હરીઓમ વિઠ્ઠલા...' 'સાંસો કી માલા પે હૈં શિવજી કા નામ....', 'ઓઢણી ઓઢુ ને ઉડી ઉડી જાય...', 'તમે કિયા તે ગામના ગોરી રે..', 'નગર મેં જોગી આયા...', 'પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી...... ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને 'વંદે માતરમ' ના રાષ્ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતુ.

દશેરાના પવિત્ર દિવસે ખેલૈયાઓએ સૌના દીલ જીતા લીધા હતા. એક જોઈને એક ભુલીએ તેવા લ્લશ્‍યો પરીસરમાં સર્જાયા હતા.  અંતિમ દિવસે અત્‍યંત રસાકસીભરી તંદુરસ્‍ત હરીફાઈ બાદ ગ્રુપએ માં પ્રિન્‍સેસ તરીકે પ્રિયાન્‍સુ જીવરાજાની, રિયાન્‍સ ચુડાસમા, અંશ પોપટ તથા પ્રિન્‍સેસ તરીકે કેયુરી ઓઝા, કાવ્‍યા ચોહાણ,ખુશાલી લિબાશિયા વિજેતા બન્‍યા હતાં તથા ગ્રુપ બી માં પ્રિન્‍સ તરીકે મદલાણી કલશ, શોર્ય માંડલિયા, ખુશાલ જોશી તથા પ્રિન્‍સેસ તરીકે વૃતિ પુજારા, કારેલીયા ધૃતિ, કરમૂર વાલીબેન વિજેતા બન્‍યા છે તથા સીગ્રુપમાં પ્રિન્‍સેસ તરીકે કોમલબેન સોમૈયા, ઉર્વીબેન પોપટવિજેતા બન્‍યા હતાં.

અકિલા રઘુવંશી બીટ્‍સ-૨૦૨૬ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ટોપ-૩ ખેલૈયાઓને શાનદાર સરપ્રાઇઝ ગિફટ એનાયત કરવામાં આવી હતી.

નવરાત્રી દરમિયાન દરરોજ પોતાની ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી, રીલ્‍સ અને પોસ્‍ટમાં @RaghukulYuvaGroup ને મેન્‍શન કરી સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્‍ટિવ રહેનારા ખેલૈયાઓમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 'ટોપ-૩' વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. અંતિમ દિવસે આયોજકો દ્વારા આ વિજેતાઓને આકર્ષક સરપ્રાઇઝ ગિફટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

સોશિયલ મીડિયા વિજેતાઓમાં પ્રથમ ક્રમાંક ગોકુલભાઈ પડિયા (૨.૮ મિલિયનથી વધુ વ્‍યૂઝ), દ્વિતીય ક્રમાંક હિરલબેન રૂપારેલિયા (૫.૪૦ લાખ વ્‍યૂઝ) તથા તૃતીય ક્રમાંક ઉર્વીબેન પોપટ (૩.૦૨ લાખ વ્‍યૂઝ) ધરાવતા હતા. તમામનદ આભાર વ્‍યક્‍ત કરવામાં આવેલ.

શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઈ રૂપારેલિયા, જયદેવભાઇ રૂપારેલિયા, રઘુરાજભાઈ રૂપારેલિયા, કલ્‍પેશભાઈ કોટક, નીરવભાઈ રૂપારેલિયા, સાગરભાઇ કક્કડ, વિનીતભાઈ સોમૈયા, માલવભાઇ વસાણી, તુષારભાઈ વિઠલાણી, ધર્મેન્‍દ્રભાઈ કારિયા , શુભમભાઈ કતિરા , પાર્થભાઈ સચદે, ચિતનભાઈ વિઠલાણી, સંદીપભાઈ ગંદા, સાર્થકભાઇ ગણાત્રા, વિરેનભાઈ ધ્રુવ, કરનભાઇ વસાણી, પ્રિયાંતભાઈ, પારસભાઈ કુંડલીયા, દેવભાઈ પોપટ, સમીરભાઈ સોમૈયા, સિધ્‍ધાર્થભાઇ રૂપારેલિયા, જયભાઈ દેવાણી, શિવમભાઇ વસંત, નીરવભાઈ ચોટાઈ, લલિતભાઈ બુદ્ધદેવ, રમણીકકાકા દાવડા, જગદીશભાઈ બલદેવ, ધર્મેશભાઈ નંદાણીએ આ રાસોત્‍સવ સફળ બનાવવા બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરેલ હતી.

(3:04 PM IST)