<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રાજકોટ જિલ્લામાં ‘લીલા નશા' પર પોલીસ ત્રાટકીઃ ગાંજાના જથ્‍થા સાથે ૪ ઝડપાયા

રાજકોટ ગ્રામ્‍ય એસઓજી, પડધરી, શાપર અને ઉપલેટા પોલીસના ગોંડલ, શાપર, બુધ્‍ધનગર, મોવીયા ગામ નજીક અને રામગઢ પાસે દરોડા

રાજકોટ, તા., ૨૬ : રાજકોટ શહેર બાદ હવે જીલ્લામાં પણ માદક પદાર્થના કાળા કારોબાર પર જિલ્લા પોલીસે ત્રાટકી એનડીપીએસ એકટ હેઠળ ૪ કેસ કર્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્‍ય એસઓજીએ ગોંડલમાં, પડધરી પોલીસે મોવીયા નજીક, શાપર પોલીસે બુધ્‍ધનગરમાં મફતીયાપરામાં અને ઉપલેટા પોલીસે રામગઢમાં દરોડા પાડી ગાંજા સાથે ૪ ને પકડયા હતા.

રાજકોટ ગ્રામ્‍યના એસઓજીના પીઆઇ એફ.એ.પારગી પીએસઆઇ જી.જે.ઝાલા સહિતની ટીમે કરણ મનોજભાઇ ભંડેરી (ઉ.વ.ર૧) આવાસ કવાટર વોરા કોટડા રોડ, ગોંડલ)ને પકડી તેની પાસે રહેલ એકટીવાની ડેકી ચેક કરતા તેમાંથી રૂા. ર૬,૩૦૦ની કિંમતનો પર૬ ગ્રામ ગાંજાનો જથ્‍થો મળી આવતા ગાંજા ઉપરાત ફોન અને એકટીવા સહિત રૂા. ૮૬,૩૦૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. પુછતાછમાં આરોપીએ ગાંજો અજીતસિંહ પુંજાભાઇ ઝાલા (રહે. ગોંડલ) પાસેથી લાવ્‍યાની કેફીયત આપતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

બીજા દરોડામાં પડધરી પોલીસના પીઆઇ એમ.જી.ચૌહાણ, પીએસઆઇ એન.પી.ગોહીલ સહિતની ટીમે પડધરીના મોવીયાના ઢોરે હુશેની ચોક પાસે રહેતા વશીલા ઉર્ફે ચીચુબાપુ હસૈનભાઇ બુખારી (ઉ.વ.૪ર) રહે. હુશૈની ચોક)ને પોલીસે રૂા. રપપ૦ની કિંમતના રપપ ગ્રામ ગાંજા અને ફોન સહિત રૂા. ૭પપ૦ના મુદામાલ  સાથે પકડી લીધો હતો. પુછતાછમાં ગાંજો ઇસ્‍માઇલ શેખ (રહે. રૂખડીયાપરા) પાસેથી લાવ્‍યાની કેફીયત આપતા વધુ તપાસ હાથ ધરાઇ છે.

ત્રીજા દરોડામાં શાપર પોલીસના પીઆઇ આર.બી. રાણા પીએસઆઇ વી.જી. જેઠવા સહિતના સ્‍ટાફે શાપરમાં કાસુમા ગેઇટની અંદર બુધ્‍ધનગરમાં મફતીયાપરામાંથી જય કાનજીભાઇ બગડા (ઉ.વ.ર૦) રહે. શિતળા મંદિર પાસે, પારડી, મુળ ચાચાથળ, તા. અમરેલીને રૂા. ૧૦,૭પ૦ ની કિંમતના ર૧પ ગ્રામ ગાંજાના જથ્‍થા સાથે પકડી, ફોન અને સ્‍કુટર મળી કુલ રૂા. ૭૦,૭પ૦ નો મુદ્દામાલ કબ્‍જો કર્યો હતો. પુછતાછમાં તેણે રેહાન ઉર્ફે સાહિલ શાહનવાઝ ખરેડીયાને ગાંજો આપવાનું કહેતા રેહાને તેની માતા ખેરૂન પાસેથી લેવાનું કહેતા તે તેની પાસેથી ગાંજો લાવી શાપરમાં વેચતો હોવાની કેફીયત આપતા પોલીસે બને માતા-પુત્રની શોધખોળ શરૂ કરી છે.

ચોથા દરોડામાં ઉપલેટા પોલીીસ મથકના પીઆઇ એચ.એમ. ધાંધલ સહિતની ટીમે ઉપલેટાના રામગઢમાં સ્‍મશાન રોડ પર રહેતા અલ્‍તાફશા આલમશા રફાઇ (ઉ.વ.૩ર) ના મકાનના દરોડો પાડી તેને રૂા. ૧૮,૮ર૧ ની કિંમત ના ૩૭૬.૪૩૦ ગ્રામ ગાંજો સાથે પકડી લઇ ગાંજો અને ફોન સહિત રૂા. ર૩, ૮ર૧ નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પુછતાછમાં ગાંજો અપ્‍પુબાપુ (રહે. જેતપુર) આપી ગયાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:22 PM IST)