<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

પૂજાબેનને લગ્નના બીજા જ દિવસથી પતિનો ત્રાસ, બીજી છોકરીને ‘કાલે મળીએ, લવ'ના મેસેજ કરતો!

પરસાણાનગરમાં સાસરૂ ધરાવતી અને હાલ ભગવતીપરામાં માવતરે રહેતી સગર્ભાની મહિલા પોલીસમાં ફરિયાદ : રંગેહાથ પકડી લેતાં ભુલ સ્‍વીકારી માફી માંગી, પંદર દિવસ પછી ફરી ઇન્‍સ્‍ટાગ્રામ પર વાતો ચાલુ કરીઃ સિમંત પ્રસંગની વાત કરતાં સાસુએ કહ્યું-પૂજા અને બાળક ભલે મરી જાય, અમારે કંઇ કરવું નથી!: મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: શહેરના જામનગર રોડ પર આવેલા પરસાણાનગર વિસ્‍તારમાં રહેતી ૨૬ વર્ષીય પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરીયા પક્ષના ૬ સભ્‍યો વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપવા તેમજ ધમકીઓ આપવા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાંચ માસનો ગર્ભ ધરાવતી પરિણીતાને પતિએ ૅમારે બાળક નથી જોઈતું, તું દવા લઈ લેૅ તેમ કહી ઘરમાં ન ઘુસવાની ધમકી આપી હતી, જ્‍યારે સાસુએ પૂજા અને બાળક બંને ભલે મરે તેવા ક્રુર શબ્‍દો કહ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

આ બનાવમાં મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા હાલ ભગવતીપરા સુખસાગર સોસાયટી-૪માં રહેતી પૂજાબેન ભાવીન ઝાલા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી જામનગર રોડ અમરનાથ પાર્ક અયપ્‍પા મંદિર પાસે બ્‍લોક નં. ૧૦માં રહેતાં પતિ ભાવીન, સાસુ ધનુબેન, સસરા રાજેશભાઇ સુરાભાઇ ઝાલા, જેઠ પંકજભાઇ, મોટા જેઠાણી રેખાબેન મહુલભાઇ ઝાલા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

હાલ ચાર મહિનાથી માવતરે રહેતી પૂજાબેનના લગ્ન૨૦૨૧માં ભાવિન ઝાલા સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા છે.  લગ્ન બાદ તેઓ સંયુક્‍ત પરિવારમાં રહેતા હતા. તેણીના નાના જેઠ પંકજભાઇના લગ્ન થયા નથી. પુજાબેને ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે લગ્નના બીજા જ દિવસથી પતિ ભાવિને ઝઘડા શરૂ કર્યા હતા. એક દિવસ મારા જેઠ પંકજભાઇની પ્રેમિકા અમમારા ઘરે આવી હત. તે મારા પતિને વ્‍હો્‌ટસએપ, ઇન્‍સ્‍ટાગ્રામથી મેસેજ કરતી હતી. જેથી મેં પતિને આ બાબતે પુછતાં તેણે મારે આની સાથે કંઇ નથી, પંકજભાઇની તે ગર્લફ્રેન્‍ડ છે એટલે મેસેજ કરે છે એવુ કહી દીધુ હતું. બાદમાં મારી સાથે ઝઘડો કર્યો હતો.

ત્‍યારબાદ લગ્નના એકાદ મહિના પછી પતિ ફરીથી કોઇ છોકરી સાથે વાત કરતાં હોવાની ખબર પડી હતી. તેણે ‘આપણે કાલે મળીએ', ‘લવ' જેવા મેસેજ કોઇ છોકરીને કર્યા હતાં. જેની મને જાણ થઇ જતાં બોલાચાલી થઇ હતી. પછી પતિએ મારી ભુલ થઇ, હવે પછી આવુ નહિ કરુ કહી માફી માંગી હતી. પણ પંદર દિવસ પછી ફરીથી તેણે ઇન્‍સ્‍ટાગ્રામમાં છોકરી સાથે વાત ચાલુ કરી હતી. બાદમાં મારા જેઠ જેઓ ગરબા ક્‍લાસીસ ગ્રુપ ચલાવતાં હોઇ તેમાં મારા પતિની ગર્લફ્રેન્‍ડ પણ ગરબા શીખવા આવતી હોઇ મારા પતિને તે ગ્રુપમાં ગરબા રમવા જવાની ના પાડતાં  ઝઘડો કરી પતિએ પોતાના હાથની નસ કાપવાની કોશિષ કરી હતી. પછી મારો દુપટ્ટો લઇ ફાંસો ખાઇ લેશે તેવી ધમકી આપી હતી તેમજ ઝઘડો કરી મને માર માર્યો હતો. જેથી હું ડરીને માવતરે જતી રહી હતી. આ પછી મારા જેઠાણી રેખાબેન એવી વાતો કરવા માંડેલા કે પૂજા અને ભાવીન છુટાછેડા લેવાના છે. જેથી મારા પિતાએ મારા જેઠાણીને  સમજાવ્‍યા હતાં. એ પછી તે મારા પતિને કાન ભંભેરણી કરતાં હતાં.

ત્‍યારબાદ સાસુ ધનુબેન મારે બાળકો થતાં નથી તેવા મેણા મારતાં હતાં. એક દિવસ પુજાબેન જ્‍યારે પિયરમાં ધાર્મિક પ્રસંગમાં ગયા હતા ત્‍યારે પણ પતિએ ફોન પર ઝઘડો કર્યો હતો અને ધમકી આપી હતી કે-મારા ઘરનું પગથિયું ચડતી નહીં, નહીંતર હું મરી જઈશ. આ દરમિયાન પુજાબેનને પાંચ માસનો ગર્ભ હોવાની જાણ થતાં તેમણે પતિને ફોન કર્યો હતો. ત્‍યારે પતિએ-મારે બાળક જોઈતું નથી, તું દવા લઈને કઢાવી નાખ તેમ કહી દીધુ હતું. આટલું ઓછું હોય તેમ સાસુ ધનુબેનને સિમંત-ખોળો ભરવાની વાત કરી ત્‍યારે સાસુએ ઝઘડો કરીને કહ્યુંકે- પુજા અને બાળક બંને ભલે મરે, અમારે કાંઈ કરવું નથી.  સગર્ભા અવસ્‍થામાં હાલ માવતરે રહેતી પરિણીતાએ અંતે પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવતાં મહિલા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ દિલીપસિંહ જેસંગભાએ ફરિયાદ દાખલ કરી છે.

(3:27 PM IST)