News of Friday, 13th November 2026
‘વેપન કાર્ટેલ'માં સામેલ ચોટીલાના પ્રદિપ કરપડાને નવા વર્ષે જ પાસામાં ધકેલાયો
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પીસીબીની દરખાસ્ત મંજુર કરી ભુજ જેલહવાલે કર્યોઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૨: અલગ અલગ ગુનાઓમાં સામેલ શખ્સોને પાસા તળે જેલમાં ધકેલી દેવાની પોલીસ કમિશનરની ઝુંબેશ અંતર્ગત વધુ એક શખ્સ સામે પાસાનું શષા ઉગામાયું છે. તહેવારના દિવસોમાં જ પીસીબીએ કરેલી દરખાસ્તને મંજુર કરવામાં આવી હતી. વેપન કાર્ટેલમાં સામેલ ચોટીલાના શખ્સને પાસા તળે ભુજ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. નવા વર્ષના દિવસે જ આ વોરન્ટની બજવણી થઇ હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ગુનાખોરી ઉપર અંકુશ રહે તે અંતર્ગત ગુનાહીત પ્રવળત્તિ કરતા શખ્સો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના આપી હોઇ તે અંતર્ગત ગેરકાયદેસર હથિયારોના ગુનાઓમાં વેપલ કાર્ટેલ અંર્તત પકડાયેલા ચોટીલામાં સૂર્યા વોટર પ્લાન્ટવાળી શેરી ગેલેક્સી સોસાયટીમાં રહેતાં પ્રદિપ અનકભાઇ કરપડા (ઉ.વ.૩૨)ને પાસા તળે જેલમાં ધકેલવાની દરખાસ્ત પીસીબીની ટીમે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી ભુજ જેલહવાલે કરવા આદેશ કર્યો હતો. પોલીસ સુત્રોના કહેવા મુજબ આ પ્રદિપ અગાઉ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, જસદણ પોલીસ સ્ટેશન, ચુડા પોલીસ સ્ટેશન તથા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો અને દારૂ સહિતના ચાર ગુનાઓમાં સંડોવાયેલ હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
દરખાસ્ત તૈયાર કરવાની અને વોરન્ટ બજવણીની કામગીરી પીઆઇ એમ.આર.ગોંડલિયા, પીએસઆઇ પી.બી.ત્રાજીયા, પીએઅસાઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, વિરેન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પ્રદીપસિંહ સરવૈયા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, ડ્રા.હેડકોન્સ. જયેશભાઇ ગઢવી તથા મહીલા હેડકોન્સ. દીપલબેન ચૌહાણે કરી હતી.
(4:11 PM IST)










