<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાઃ રાજકોટ શહેર-જીલ્લો દેશમાં ફર્સ્ટ નંબરેઃ ઍવોર્ડ માટે દિલ્હીમાં સમારંભ

અરજદારોને ૬૪૧ કરોડની સબસિડીઃ પત્રકારોને વિગતો આપતા કલેકટર... : પીજીવીસીઍલના ઍમડી કેતન જાષી દિલ્હી પહોîચ્યાઃ ૯પ હજારના ટારગેટ સામે ૯રર૦૩ કનેકશન અપાયા...

રાજકોટ તા. ૪: સૌર ઊર્જાના ક્ષેત્રમાં ગુજરાતના રંગીલા રાજકોટ શહેરે વધુ ઍક સુવર્ણ સિદ્ધિ પોતાના નામે કરી છે. રાજકોટ જિલ્લા કલેકટરે પત્રકારોને જણાવાયું હતું કે, કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર’’ અંતર્ગત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન બાબતે રાજકોટ જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે.રાજકોટે આ મામલે દેશના અન્ય તમામ મોટા શહેરો અને જિલ્લાઓને પાછળ છોડીને ગ્રીન ઍનર્જી અપનાવવામાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

વધુમાં તેઓઍ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં રાજકોટ જિલ્લામાં ૯૫૬૦૦ કનેકશનનો ટાર્ગેટ હતો. જે અંતર્ગત ૯૨૨૦૩ કનેક્શન અત્યાર સુધીમાં નખાઈ ચુક્યા છે અને જેનાથી ૬૪૧ કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે. આ ઍવોર્ડ સ્વીકારવા રાજકોટ પીજીવીસીઍલના ઍમડી દિલ્હી ખાતે પહોંચ્યા છે.રાજકોટ જિલ્લાની આ ભવ્ય સફળતાથી હવે ગુજરાતના અન્ય જિલ્લાઓ પણ પ્રેરણા લઈ રહ્ના છે અને આગામી દિવસોમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની ગતિ હજુ વધુ તેજ બને તેવી પૂરી સંભાવના છે.

(3:36 PM IST)