તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
પ્રજ્ઞાચક્ષુ રાકેશભાઇ રૈયારેલાનો મંગળવારે વન મેન શો : લાઇવ ઓરકેસ્ટ્રા પર ગીતો રજુ થશે

રાજકોટ, તા. ૧૬ : બન્ને આંખોએ પ્રજ્ઞાચક્ષુ એવા અને રાજકોટના સદાબહાર ગીતો ગાતા નેશનલ એવોર્ડ વિજેતા આર્ટીસ્ટ શ્રી રાકેશભાઇ રૈયારેલાનો વનમેન શોનું લાઇવ ઓરકેસ્ટ્રા બીપીનભાઇ મકવાણાની ટીમ, સાઉન્ડ સિસ્ટમ શ્રી આશિષભાઇ રાઠોડ એ આર સાઉન્ડ સાથે તા. ૧૯ મંગળવારે ઇવનિંગ પોસ્ટમાં આયોજન કરે છે.
નવા જુના ફિલ્મી ગીતો રજુ કરાશે સાથે ડયુટ સોંગમાં જ્યોતિબેન ગોસ્વામી સાથ આપશે. એન્કર ઉદયભાઇ વીસાણી છે. કાર્યક્રમને સફળ બનાવવામાં મુખ્ય સપોર્ટર જયપાલસિંહજી જાડેજા (સંગમ કરાઓકે સ્ટુડીયો), ચંદ્રેશભાઇ ફીચડીયા (એકિટવિટી મ્યુઝીકલ ગૃપ) દિપકભાઇ પરમાર (હારમોની મ્યુઝીકલ ગૃપ) (રેડ એપલ સિંગર ગૃપ) મિથુનભાઇ પ્રેમાણી, શ્રુતિબેન જોષી, જગદીશભાઇ રાણપરા (ઓમકાર મ્યુઝીકલ ગૃપ) અનુજીભાઇ મિશ્રા (રોકર્સ સિંગર ગૃપ) કિરીટભાઇ રાજપરા (સુર શ્રી કલ્ચર ગૃપ), ડૉકટર પુલકિતભાઇ બક્ષી (હનુમંત ક્રિએશન) મેલોડી માસ્ટર મ્યુઝીકલ ગૃપ, ઇટીયુ સવાણીનો સપોર્ટ મળેલ છે.
મહેમાનો તરીકે જયેશભાઇ ઉપાધ્યાય બોલબાલા ટ્રસ્ટ, સુરેશભાઇ મારુ, પૃથ્વીરાજ સિંહ જાડેજા, કિશોરભાઇ રાઠોડ, ડૉ. મલયભાઇ પલાણ, સાઇ પ્રસાદજી ભજનીક, મુલચંદ બાપુ સિંધી સમાજ અગ્રણી, એન્જોય ગૃપના તમામ સભ્યો, ફાલતુ ગૃપના તમામ સભ્યો, ઓલ કરાઓકે ગૃપના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે. તા. ૧૯ના સાંજે પઃ૩૦ થી ૯ ઇવનિંગ પોસ્ટ, કસ્તુરબા રોડ, પ્રભુ કૃપા હોસ્પિટલની સામે આયોજીત આ નિઃશુલ્ક કાર્યક્રમોમાં સંગીત પ્રેમીઓએ પધારવા અને વધુ માહિતી માટે મો. ૯૪૯પ૯૪૬૧૭૬ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા રાકેશભાઇ રૈયારેલા, ક્રિષ્નાકુમાર રૈયારેલા, ચંદ્રેશભાઇ ફીચડીયા, અમીતભાઇ ગૌસ્વામી, જ્યોતીબેન ગૌસ્વામી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:13 PM IST)










