News of Friday, 11th September 2026
રાજકોટમાં પટેલ પરિવારના આસ્થાધામે કાલથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
વિશ્વના સમસ્ત પટેલ પરિવાર-રાજકોટ દ્વારા શ્રી કમલામાતાજી અને સુરાપુરા દાદાના નુતનમંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ : જસદણથી વાજતે ગાજતે લાવી રાજકોટ ખાતે હેમાદિશ્રવણ કરાવી માતાજી તથા સુરાપુરા દાદાની દિવ્ય પધરામણી, મહા આરતી-ધાન્ય નિવાસઃ ગણેશ પૂજન, મંગલમય નગરયાત્રા, જલયાત્રા, બપોરે ૧૨ વાગ્યે યજ્ઞનું બીડુ હોમાશેઃ નવા વરઘોડીયા વાજતે-ગાજતે મંદિરમાં છેડા છેડી છોડવાનો કાર્યક્રમ, સમુહ નિવેદ સાથે મહાપ્રસાદ

રાજકોટઃ વિશ્વ રહેતા તમામ પટેલ પરિવારના અખંડ આસ્થાના પ્રતિક સમાન પૂજનીય શ્રી કમલાદેવી માતાજી શ્રી સોમાદાદા, શ્રી વિઠ્ઠલદાદા તથા શ્રી ભાગ્યલક્ષ્મી માતાજીની અસીમ કૃપાથી નુતન નિર્મિત ભવ્ય મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા. ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર, (શનિવાર થી સોમવાર) દરમ્યાન કાલાવડ રોડ, વાજડી વિરડા, ચન્દ્રરાજ પ્લોટ, મોટલ ઘી વિલેજ પછી, બાલાજી વેફર્સ ફેકટરી ના સામેના ભાગે રાજકોટ ખાતે અત્યંત ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવશે.
કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો તા.૧૨ શનિવારે શ્રી ક્રમળા માતાજી, શ્રી સોમાદાદાજી શ્રી વિઠ્ઠલદાદાજી ને વાજતે ગાજતે દુધની ધારાવહી કરીને જસદણથી રાજકોટ શ્રી પંકજભાઈ વિનુભાઈ પટેલના નિવાસસ્થાને (સ્થળ ૩૦૪, પામવ્યુ એપાર્ટમેન્ટ, કરણ પાર્ક મેઈન રોડ, એસ્ટ્રોન સોસાયટી પાપે) પાતાયની અન્ય અને દિવ્ય પધરામણી કરી હેમાદ્રિશ્રવણ કરાવાશે અને ધાન્યદિવાસ સાથે મહાઆરતી અને રાત્રિ પ્રસાદનું આયોજન બાદ રાત્રિ માતાજીનો મુકામ શ્રી પંકજભાઈ પટેલ ના નિવાસસ્થાને રહેશે તેમ જણાવાયું છે
તા.૧૩ના રવિવારે સવારે ગણેશ પુજન કરી. ભવ્ય મંગલમથ નગર યાત્રા કરી, થત કરી ૧૨ વાગ્યે બીડુ હોમવામાં આવશે ત્યારબાદ મહાપ્રસાદ સાંજે પટેલ કુટુંબ નો કુટુંબ પરિચય - વડીલ વંદના, અન્નકુટ મહોત્સવ, તથા સાંજે મહાઆરતી, ત્યારબાદ આઠ વાગ્યે મહાપ્રસાદ તા. ૧૪ સવારે ૯ વાગ્યે તથા વરઘોડીયાને વાજતે ગાજતે મંદિર પ્રવેશ કરાવી મંદિરમાં છેડાછેડી સમુહમાં કાર્યક્રમ કરવામાં આવશે. બપોરના સમુહ નિવેદનું આયોજન, બપોરના ચા-પાણીને ન્યાય આપી આનંદોત્સવ ની પુર્ણાહુતિ થશે.
બ્ફળદેવી કમળા માં પાવન ઈતિહાસ અને સ્થળાંતર તરફ એક નજર કરીએ તો વર્ષો પહેલા પટેલ પરિવારના કમળામાં માતાજીનું મળ સ્થાનક ગામ જસદણ તાલુકાનું ગામ ભાડલા હતું. સમય જતા ભાડલામાં પટેલ પરિવારનો વસવાટ ન રહેતા માતાજીને વાજતે-ગાજતે જસદણ જયદીપ સ્ટ્રીટમાં બીરાજમાન કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૩ માં શ્રી ચંદુલાલ કાન્તિલાલ પટેલ, શ્રી ચીમનલાલ મગનલાલ પટેલના નેતૃત્વમાં જસદણમા નવું મંદિર બનાવી માતાજીની સ્થાપના કરી અને પ્રતિ ત્રણ વર્ષ પાટોત્સવ તથા હવનના આયોજન થતા હતા. કાર્યક્રમે જસદણમાં પટેલ કુટુંબનો વસવાટ ન રહેતા ૨૦૨૧ માં સર્વે કુટુંબીજનો દ્વારા માતાજી પાસે સ્થળાંતર માટે ચિઠ્ઠી કુંવારીકા દિકરી દ્વારા નાખવામાં આવી હતી. ચિઠ્ઠીમાં સ્થળાંતરની હકારાત્મક આશા મળતા જ સમગ્ર પરિવાર હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો. સને ૨૦૨૪ ના પાટોત્સવમાં વહેલી તકે સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાયો, જે હર્ષઉલ્લાસ સાથે વધાવી લેવામાં આવેલ. નવી કારોબારા બોડીની રચના કરી રાજકોટ ખાતે ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય પુર્ણ કરવામાં આવ્યું છે. આ મંદિરના બાંધકામના કામમાં સર્વે કમીટી મેમ્બરનો ફાળો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
ઉપરોકત કાર્યક્રમને યશસ્વી બનાવવામાં પ્રમુખશ્રી કિરીટભાઈ સી.પટેલ, ઉપપ્રમુખ મનિષભાઈ એમ. પટેલ, માનદ મંત્રીશ્રી સાગરભાઈ આર.પટેલ, તથા શ્રી ગોપીભાઈ કે. પટેલ, ટ્રેઝરર શ્રી અમિતભાઈ આર.પટેલ, ટ્રસ્ટીશ્રીમાં શ્રી જયદિપભાઈ સી.પટેલ, શ્રી પંકજભાઈ વી. પટેલ, શ્રી વરુણભાઈ એ. પટેલ, એડવાઈઝરી ક્રમીટી મેમ્બરમાં દિલીપભાઈ એમ. પટેલ (રાજકોટ), શ્રી દિપકભાઈ બી. પટેલ (જામનગર) શ્રી જાતિનભાઈ સી.પટેલ (મુંબઈ) પ્રચાર પ્રસાર સેવા શ્રી અશ્વિનભાઈ સી. પટેલએ પુરી પાડેલ છે તેમ પટેલ કુળદેવી મંદિરના પ્રમુખશ્રી કિરીટભાઈ સી. પટેલ ની યાદીમાં જણાવાયુ છે. વધુ માહિતી માટે (મો. નં. ૯૮૭૯૮ ૭૧૮૧૮)(તસ્વીરઃ અશોક બગથરીયા)
પટેલ પરિવારના દીકરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોકીલાબેન ધીરૂભાઈ અંબાણીને વિશેષ આમંત્રણ

(3:42 PM IST)










