News of Monday, 20th July 2026
સાળાની જાનમાં તિથવા ગામે ગયેલા પોપટપરાના પ્રવિણનું હૃદય બેસી જતાં મૃત્યુ
૨૭ વર્ષિય યુવાન શાકભાજી વેંચી ગુજરાન ચલાવતો હતોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૦: પોપટપરામાં રહેતો યુવાન પોતાના સાળાના લગ્ન હોઇ વાંકાનેરના તિથવા ગામે ગઇકાલે જાનમાં ગયો હોઇ ત્યાં એકાએક બેભાન થઇ ઢળી પડતાં મોત નિપજ્યું હતું. હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ પોપટપરા શેરી નં. ૧૨માં રહેતો પ્રવિણભાઇ દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૭) ગઇકાલે પડધરી રહેતાં સાળા વિશાલના લગ્ન પ્રસંગમાં સામેલ થયા ગયો હતો. જાન વાંકાનેરના તિથવા ગામે ગઇ હોઇ પ્રવિણભાઇ ત્યાં હતો ત્યારે બેભાન થઇ જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર પ્રવિણભાઇ બે ભાઇ અને પાંચ બહેનમાં ત્રીજો હતો. તેને સંતાનમાં એક દિકરી છે. પોતે શાકભાજી વેંચી ગુજરાન ચલાવતો હતો. લગ્નપ્રસંગમાં આ બનાવ બનતાં ખુશી શોકમાં પલ્ટાઇ ગઇ હતી.
(3:12 PM IST)










