<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

આગામી સોમવારે અતિભારે વરસાદ-વાવાઝોડા-પુરની સ્‍થિતિ સંદર્ભે પ્રિ-મોન્‍સુન મીટીંગઃ રર કચેરીઓને બોલાવાઇ

તમામ અધીકારીઓ, ડે.કલેકટરો, મામલતદારોને હાજર રહેવા કલેકટરના આદેશો

રાજકોટ તા. ૩૦: રાજકોટ જિલ્લામાં આગામી વર્ષાઋતુ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થવાને કારણે પૂર, અતિવળષ્ટિ જેવી પરિસ્‍થિતિ તથા વાવાઝોડા અને અન્‍ય આપત્તિના સમયે તાત્‍કાલિક તકેદારીના પગલાં લઈ રાહત બચાવની કામગીરી સત્‍વરે હાથ ધરી શકાય, તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્‍ટર ડો. ઓમપ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને ‘પ્રિ-મોન્‍સુન પ્રિપેર્ડનેસ' અંગેની મીટિંગ યોજાશે. આ બેઠક આગામી તા. ૪ મેના રોજ સાંજે ૪ કલાકે ત્રીજો માળ, કલેક્‍ટર કચેરી, રાજકોટ ખાતે રાખવામાં આવી છે. જેમાં સંબંધિત અધિકારીઓએ ઉપસ્‍થિત રહેવા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલની યાદીમાં જણાવાયું છે.

અત્રે એ નોંધનીય  છે કે આ મીટીંગમાં તમામ પ્રાંત-મામલતદારો, પીડબલ્‍યુડી, માર્ગ-મકાન, સિંચાઇ, પાણી પુરવઠો, શિક્ષણ, વીજતંત્ર, એસ.ટી., તમામ  નગરપાલીકાના ઓફીસરો, પંચાયતો, પુરવઠા સહિત બે ડઝન સરકારી કચેરીના જવાબદાર અધિકારીઓને ઉપસ્‍થિત રહેવા આદેશો થયા છે

(3:52 PM IST)