તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
પતિએ ત્રણેક દિવસ પછી વતન જવાનું કહેતાં સગર્ભાએ ઝેર પીધું
અમરેલીના કોટડાપીઠા ગામનો બનાવઃ જુમાબેનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૭: અમરેલીના કોટડાપીઠા ગામે ડાયાભાઇની વાડીમાં પતિ સાથે રહી ખેત મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની જુમાબેન ગુડીયોભાઇ બામણીયા (ઉ.વ.૨૦) નામની પરિણીતાએ વાડીએ ઝેરી દવા પી લેતાં બાબરા, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જુમાબેનના લગ્ન એક વર્ષ પહેલા થયા છે. હાલમાં તેણી પાંચ મહિનાની સગર્ભા છે. પતિના કહેવા મુજબ તેણીને વતન જવું હોઇ હાલમાં મગફળી ઉપાડવાનું કામ ચાલુ હોઇ તેણીને ત્રણ દિવસ પછી જવાનું કહેતાં ગુસ્સો ચડયો હતો અને ખડની દવા પી લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી
(2:44 PM IST)










