<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ગાંધીગ્રામની યુવતિને ભાવનગર રોડ પર ડેલો ધરાવતાં પ્રેમી શહેજાદે બીજા ત્રણ જણા સાથે મળી ધોકાથી માર માર્યો

યુવતિ પ્રેમી સાથે વાત કરતી હતી ત્‍યારે પ્રેમીની પત્‍નિએ ફોન લઇ લેતાં બંને વચ્‍ચે ઝઘડો થયા બાદ પોતે પ્રેમીને મળવા જતાં ડખ્‍ખોઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટઃ ગાંધીગ્રામમાં રહેતી યુવતિ ભાવનગર રોડ પર રહેતાં પરિણીત પ્રેમી સાથે દિવાળીની રાતે ફોન પર વાત કરતી હતી ત્‍યારે પ્રેમીની પત્‍નિએ ફોન લઇ લેતાં બંને વચ્‍ચે બોલાચાલી થયા બાદ ધોકાના દિવસે આ યુવતિ પ્રેમીનો ડેલો જે ભાવનગર રોડ પર આવેલો છે ત્‍યાં વાત કરવા જતાં પ્રેમીએ તારા કારણે મારું ઘર ભાંગે છે, તું મારા ઘરમાં કજીયા કરાવે છે કહી બીજા એક શખ્‍સ અને બે મહિલા સાથે મળી ધોકા-હોકીથી માર મારી લોહીલુહાણ કરી નાંખતા સારવાર લેવી પડી છે. આ બનાવમાં થોરાળા પોલીસે ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં અંજલી પાર્ક-૩ ખાતે રહેતાં રૂબીનાબેન આમદભાઇ મિંયાણા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી શહેજાદ જુણેજા અને ત્રણ અજાણ્‍યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:02 PM IST)