તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
જગન્નાથજી રથયાત્રાની પૂર્વ તૈયારી

આવતીકાલે અષાઢી બીજના રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી કૈલાસધામ આશ્રમ, નાના મૌવા ખાતેથી ભવ્ય રથયાત્રાનું આયોજન થયું છે. ત્યારે નીજ મંદિર ખાતે આજથી જ પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. પૂ. ત્યાગી રામકિશોરદાસજી બાપુ અને મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરૂ રામકૃષ્ણદાસજીના સાનિધ્યમાં સતત ૧૬મા વર્ષે આયોજીત આ નગરયાત્રા દરમિયાન રપ૦ કિલો ફણગાવેલા મગ અને ૧પ૦ કિલો ચણાના પ્રસાદનું વિતરણ કરાશે. તેમજ ભગવાનને અર્પણ થનાર ભોગની પણ સેવકગણ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. તસ્વીરમાં ભગવાનના દિવ્ય સ્વરૂપો, ત્રણેય રથ અને પ્રસાદ-ભોગ માટેની ચાલી રહેલી તૈયારીઓ નિહાળી શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:47 PM IST)










