તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
દબાણ શાખાનો સપાટોઃ રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ર૪૪૯ બોર્ડ-બેનરો જપ્ત
વિવિધ વિસ્તારમાં નડતરરૂપ ૬૬૪ રેકડી, કેબીન સહિતનો રસ્તા પર સામાન જપ્તઃ પ.૧૧ લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો

રાજકોટ, તા. ૧૯: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૦૧ થી ૧૫ દરમ્યાન શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ ૧૦૩ રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, ૩૪ર૦ કિલો શાકભાજી-ફળો તેમજ મંજુરી વિનાના ર૩૮૪ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
આ અંગે માનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ શાખા દ્વારા ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈનરોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર પાસેથી રસ્તા પર નડતર રૂપ ૧૦૩ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
ધરાર માર્કેટ, સંતકબિરરોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબરરોડ, પરાબજાર, ગુંદાવાડી, પરાબજાર, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી જુદી-જુદી અન્ય ૫૬૧ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
ધરાર માર્કેટ, પેડક રોડ, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડરોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ગુંદાવાડી પાસેથી ૩૪૨૦ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ,નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી રોડ, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસે થી રૂ.૨,૩૪,૫૦૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
૮૦ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.૨,૩૩,૨૫૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
શહેરના સેટેલાઈટ ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ,ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ, કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધી, પરથી મંજુરી વિનાના ગેરકાયદે ૨૪૪૯ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે
(3:35 PM IST)










