તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
દબાણ શાખાનો સપાટો : રાજમાર્ગો પરની મંજુરી વિનાના ૩૧રર બોર્ડ-બેનર જપ્ત
રસ્તા પર નડતર રૂપ ૧૪ર રેંકડી, કેબીન તથા પ૧૧ પરચુરણ માલસામાનના દબાણો હટાવાયા : કુલ રૂા. ૩.ર૭ લાખનો દંડ વસુલાયો

રાજકોટ, તા. ૭ : મ્યુનિ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૧પ દિ'માં કુલ ૧૦૩ રેંકડી, કેબીન અને મંજુરી વિનાના ૨૩૮૪ બોર્ડ/બેનરો જપ્ત કરેલ તેમજ રૂ.૫,૧૧,૧૩૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આ અંગે મ્યુનિ. કોર્પોરેશનની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તાઃ૧૬ જુન થી તા.૩૦ જુન દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આપી હતી.
રેકડી-કેબીન જપ્ત
સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈનરોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ ૧૪૧ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબરરોડ, પરાબજાર, ગુંદાવાડી, પરાબજાર, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, ધરાર માર્કેટ, સંતકબિરરોડ, પેડક રોડ, કોઠારીયા રોડ પાસેથી જુદી-જુદી અન્ય ૫૧૧ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
ર૧૦૦ કિલો શાકભાજી
જયારે મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ગુંદાવાડી , ધરાર માર્કેટ, પેડક રોડ, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી ૨૧૦૯ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
રૂા. ર૮ લાખનો દંડ
પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ,નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી રોડ, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી, કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ પાસે થી રૂ.૫૧,૨૫૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. તેમજ અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક , ૮૦ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ પરથી રૂ.૩,૨૭,૭૭૫/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
૩૧૨૨ બોર્ડ-બેનરો જપ્ત
આ ઉપરાંત ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ, કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા, સેટેલાઈટ ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ,ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ, ૮૦ફુટ રોડ, કોઠારીયા સોલવન્ટ પરથી મંજુરી વિનાના ૩૧૨૨ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
(2:49 PM IST)










