તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ત્રિપાંખીયા જંગમાં ભાજપ-કોંગ્રેસ-આપના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર
કાલે મતદારો મત મશીનમાં ફેંસલો કરશેઃ ભાજપના નેહલ શુકલ, પ્રદિપ ડવ, નરેન્દ્રસિંહ જાડેજા, કેતન પટેલ, દિલીપ લુણાગરીયા તથા કોંગ્રેસના વશરામભાઇ સાગઠિયા, અતુલ રાજાણી, ગાયત્રી બા વાઘેલા તેમજ આપના શીવલાલ બારસીયા, રાહુલ ભુવા અને દિનેશ જોષી સહિતના નેતા મેદાનમાં

રાજકોટઃ તા.૨૫: કાલે મતદાન યોજાનાર છે, ત્યારે ભારે ગરમી વચ્ચે મતદારોના અકળ મોૈન સંદર્ભે રાજકીય પક્ષોમાં છેલ્લી ઘડીની દોડા-દોડી થઇ રહી છે.
રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઘણા દિગ્ગજોની હાર-જીતની સમીકરણો કરવાની સાથે મનપામાં સત્તાના સંજોગોમાં પણ ફેરફાર થઇ શકે છે.
સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પૂર્વ મેયર પ્રદિપ ડવ, પૂર્વ ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા), નેહલ શુકલ, ઘનશ્યામભાઇ હેરભા, કેતન પટેલ, પરેશ પીપળીયા, દિલીપ લુણાગરીયા, મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ કિરણબેન માંકડીયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ અઘેરા, અંજનાબેન મોરઝરીયા તથા ભારતી બેન પરસાણા સહિતના મોટા માથાઓને મેદાનમાં ઉતારાયા છે.
જયારે વિપક્ષ કોંગ્રેસ દ્વારાપૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, અતુલભાઇ રાજાણી, પ્રદેશ કોંગ્રેસના મહિલા આગેવાન ગાયત્રીબા વાઘેલા તથા સંજય અજુડીયા સહિતના આગેવાનોને ટીકીટ આપવામાં આવી છે.આમ આદમી પાર્ટી દ્વારા શિવલાલભાઇ બારસીયા, રાહુલભાઇ ભુવા તથા દિનેશભાઇ જોશીને ઉમેદવાર બનાવી ચુંટણી જંગમાં ઉતાર્યા છે.
(3:26 PM IST)










