તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
સીંગતેલમાં ચાલુ સપ્તાહમાં ડબ્બે ૧૧૦ રૂા.નો ઉછાળો
આજે વધુ ૧પ રૂા.નો ભાવવધારો : વરસાદ ખેચાતા ભાવ બેકાબુ

રાજકોટ, તા., ૧૮: સીંગતેલમા તેજીનો દોર યથાવત રહેતા ભાવો બેકાબુ બન્યા છે. આજે વધુ ૧પ રૂપીયાનો ઉછાળો થયો છે.
સ્થાનીક બજારમાં સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા સીંગતેલમાં આજે વધુ ૧પ રૂપીયાનો ભાવવધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) નો ભાવ ૧૭૧૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૭૨૫ રૂા. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૮૦૦ થી ર૮૫૦ રૂા. હતા તે વધીને ર૮૧પ થી ર૮૬પ રૂા. થયા છે. ચાલુ સપ્તાહમાં સીંગતેલમાં ૧૧૦ રૂા.નો નોંધપાત્ર ભાવવધારો થયો છે.
સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૫ રૂા.નો વધારો થયો છે. કપાસીયા ટીનના ભાવ ર૬૮પ થી ર૭૩પ રૂા. હતા તે વધીને ર૬૯૦ થી ર૭૪૦ રૂા. થયા છે.
(2:46 PM IST)










