તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
પ્રાઈડ ઓફ રાજકોટઃ પ્રાચીન ગરબી મહોત્સવમાં બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી
રાજકોટની ૧૫ પ્રાચીન ગરબી મંડળીઓને એક મંચ ઉપર જ લાવનાર સેવા સારથી ગ્રુપના સોનલ વાછાણી ઉપર અભિનંદન વર્ષા

રાજકોટઃ હેમુ ગઢવી હોલ ખાતે તાજેતરમાં સેવા સારથી ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબી મહોત્સવ પ્રાઈડ ઓફ રાજકોટ યોજાયો હતો . જેમાં રાજકોટની ૧૫ ગરબી મંડળીઓએ ગરબાની પ્રસ્તુતિ કરી હતી ભાગ લેનાર દરેક ગરબી મંડળીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવેલ તેમજ દીકરીઓને પણ લાણી આપવામાં આવેલ સોનલબેન વાછળીએ જણાવ્યું છે. ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, કમિશનર ઓફ પોલીસ બ્રિજેશકુમાર જહા, કર્નલ ભાષ્કર તોમર, તેમના ધર્મપત્ની શ્રીપંચમી તોમર, લેફટીનેન્ટ શ્રી સુબોધ સેહનવાલ,જિલ્લા માહિતી અધિકારી (મોરબી ) પારૂલબેન આડેસરા, રક્ષાબેન બોળીયા, પૂર્વ મેયરશ્રી, રાજકોટ, ડો. હેમાંગભાઈ વસાવડા-મધુરમ હોસ્પિટલ, શ્રી કિરીટભાઈ જોશી, ઉપ પ્રમુખશ્રી ભારત સેવક સમાજ, શ્રી વિનય પાત્રાલે જી- રાષ્ટ્રીય અધ્યક્ષ ભારત ભરતી, શ્રી અશ્વિનભાઇ સોલંકી -પ્રેસિડેન્ટ ઓફ કેન્સર કેર ફાઉન્ડેશન, હેમુભાઈ પરમાર-પૂર્વ પ્રમુખ વોર્ડ નં.-૩,ઇલાબેન પડિયા -કારોબારી સભ્ય, રાજકોટ મહાનગર પાલિકા,રાજકોટ,શ્રી ગુરુદત્ત મઠના સંસ્થાપક દ્વારકા જગત્ગુરૂ શંકરાચાર્યના શિષ્ય પૂજ્ય યતિ શ્રી બ્રહ્મદેવજી મહારાજ તથા તેમના સુપુત્રી પૂજ્ય શ્રી બાલમ્બા દેવીજી મઠના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પંચાલ અમદાવાદથી તેમજ તેમની સાથે કારોબારી સભ્યો તથા જેતપુરથી લીમડી હાઈવે બનાવનાર વરાહ કન્સ્ટ્રક્શન ના ચીફ રવણસિંહજી રાવ, દ્વારિકા થી સંકલ્પ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ આવેલ હોવાનું સોનલબેન જણાવે છે. તેમણે સહુનો આભાર માનેલ.
રાજકોટની ૧૫ પ્રાચીન ગરબી મંડળીઓ એક મંચ ઉપર લાવી આપણી પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખવા આયોજક સોનલબેન વાછાણી (મો.૯૯૯૮૬ ૧૯૮૭૦),તેમજ રાજેશભાઈ ભાતેલિયા સહિત સેવા સારથી ગ્રુપના તમામ હોદ્દેદારો, કાર્યરત આ કાર્યક્રમ માટે ,એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, રમેશભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ જોબનપુત્રા,પિયુષભાઇ ભટ્ટી, અજયભાઇ ભટ્ટી, જતીનભાઈ મકવાણા, અનિલભાઈ ગુપ્તા, સતિષભાઈ જોશી, શૈલેષભાઇ ગોહીલ, નિકુંજ જગતિયા, પ્રેમભાઈ જાદવ,યશભાઈ સેજપાલ, આકાશભાઈ જગતીયા, હિરેનભાઈ વાઘેલા, કાડુભાઇ ડાડાવત, બોલુભાઈ શર્મા, વૈશાલીબેન પીઠડીયા, શિલ્પાબેન મકવાણા, પ્રીતિબેન ભાયાણી, કુંદનબેન સોલંકી, પ્રજ્ઞાબેન પીઠડીયા, હંસાબેન જોશીપુરા, દક્ષાબેન વ્યાસ, હર્ષાબેન ગોસ્વામી, મીરાબેન ગુપ્તા એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ વ્યાસે કરેલ હતું. કાર્યક્રમ માં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક અને નાગરિક બેંક નો ખાસ સહયોગ મળેલ. એકટીવ સેવા સારથી ગ્રુપ દ્વારા અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા અને અકિલા પરિવારનો આભાર માન્યો છે.

(2:07 PM IST)










