<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

જેલમાંથી ફર્લો રજા મેળવી ફરાર થયેલો કેદી હૈદર માંડલીયા ઝડપાયો

જામનગર કોર્ટના ભરણપોષણના કેસમાં રાજકોટ જેલમાં હતોઃ પેરોલ ફર્લો સ્‍કવોર્ડના પીઆઇ એમ.એલ. ડામોરની ટીમે દબોચી લીધો

રાજકોટ, તા. ૧૬: રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાંથી ફર્લો રજા ઉપરથી ફરાર થઇ ગયેલા કેદીને પેરોલ ફર્લો સ્‍કવોર્ડે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

જામનગર કોર્ટના ભરણપોષણના ગુનામાં રાજકોટની મધ્‍યસ્‍થ જેલમાં રહેલ કેદી હૈદર ગફારભાઇ માંડલીયા (ઉ.વ. પ૧ રહે. ઘાંચીવાડ-ર શેરી નં. ર, જિલ્લા ગાર્ડન ચોક) જેલમાંથી ફર્લો રજા મેળવ્‍યા બાદ ફરાર થઇ ગયો હતો. જેને પેરોલ ફર્લો સ્‍કવોર્ડે બાતમીના આધારે ૮૦ ફુટ રોડ પર બાપુનગર ચોકડી પાસે અલંગ હાઉસ નજીકથી પકડી લઇ રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં સોપવા તજવીજ હાથ ધરી છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટ એમ.એલ. ડામોર, પો.સબ ઇન્‍સ. એસ.બી. ધાસુરા, એએસઆઇ ઝહીરભાઇ અફીફ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, પો.હેડ કોન્‍સ. રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, પો.કોન્‍સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા તથા ડ્રા. પો.કોન્‍સ. દોલતસિંહ રાઠોડે કરી હતી.

(3:49 PM IST)