તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
વોર્ડ નં.૧માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટર ફરિયાદનો નિકાલ થશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૧માં રૂા. ૨૬.૨૧ લાખના ખર્ચે પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટરની ફરીયાદોનો નિકાલ કરવાનું કામ, આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૧ના કોર્પોરેટરઓ અંજનાબેન મોરજરીયા, સેજલબેન ચૌધરી, જયરાજસિંહ જાડેજા તથા ડો.પરેશભાઇ ઠાકર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પિપળીયા તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.(
(3:20 PM IST)










