તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગની ખરીદીની પ્રક્રિયાઃઅત્યાર સુધીમાં ૪૨૪ ખેડૂતોએ નોંધાવ્યા મગ

રાજકોટ, તા.૨૩: જિલ્લામાં ટેકાના ભાવે મગની ખરીદી કરવાની પ્રક્રિયા હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. પ્રશાસન દ્વારા ખેડૂતોના હિતમાં આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં કુલ ૧,૨૭૧ ખેડૂતોના ઇનરોલમેન્ટ (નોંધણી) પ્રાપ્ત થયા છે. જેમાંથી ૧,૨૧૧ ખેડૂતોને અત્યાર સુધીમાં એસ.એમ.એસ. મોકલી દેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં કુલ ૪૨૪ જેટલા ખેડૂતોએ પોતાના મગ ટેકાના ભાવે વેચવા માટે આવ્યા હોવાનું નોંધાયું છે.આ તમામ ખેડૂતોને મગની ખરીદી બદલ કુલ ૪.૬૮ કરોડ રૂપિયાનું પેમેન્ટ ચૂકવવાનું થાય છે. જેમાંથી અત્યાર સુધીમાં ૨૮ ખેડૂતોને પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે તેમ તેમ બાકી રહેલા તમામ ખેડૂતોને પણ ઝડપથી આ પેમેન્ટ કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.(
(2:37 PM IST)










