News of Thursday, 4th June 2026
જાથાએ અંતે તમામ કાર્યક્રમો રદ કર્યાઃબહાનું આપ્યું પોલીસ તંત્રનું!! રેલી-ધરણાને મંજૂરી નથી આપી! પારોઠના પગલા
ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકીય વગથી મંજુરી રદ કરવામાં આવી!! દરબારમાં પર્ચી મટાડવા, ધુણવાની પ્રક્રિયાના પ્રસંગોનો સવૈદ વિરોધઃ જયંત પંડયા

રાજકોટઃ ભારત જન વિજ્ઞાન જાથાએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સામે વિરોધ પ્રદર્શિત કાર્યક્રમોની જાહેરાત કરી હતી. પોલીસ તંત્રે કોઈપણ પ્રકારની પરવાનગીની મંજુરી આપી નથી. ધરણા-રેલી નામંજુર કરતા તમામ આયોજન ની બંધની જાહેરાત કરવામાં આવેલ હોવાનું જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયું છે.
તેઓએ જણાવ્યું કે હનુમંત કથાનો કદાપિ વિરોધ નથી. બાબા બાગેશ્વર દિવ્ય દરબારમાં અંધશ્રધ્ધા પ્રેરક, લોકોને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ, વગર લાયસન્સે મેડિકલ સારવારની કાર્યપધ્ધતિઓ સદૈવ વિરોધ કરે છે. તેથી ધરણા-રેલી કાર્યક્રમની સરકાર પાસે મંજુરી માંગી હતી જે કાયદો વ્યવસ્થા લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ હોય અને ઉશ્કેરાય તેમ હોય કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવતી નથી. વિરોધ કાર્યક્રમની મંજુરી આપવામાં આવતી નથી તેની જાણકારી તા.૩ જીએ સાંજે ૬ કલાકે તંત્ર દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે આયોજનો રદ કરવામાં આવ્યા છે. જાથાએ હંમેશા કાયદાને માન આપી કાર્યક્રમો કર્યા છે. છેલ્લા ૩૫ વર્ષથી જાથા ઉપર એકપણ કોર્ટ કેસ નથી.
વિજ્ઞાન જાથા સમાજનું અંગ છે. સનાતની ધર્મના પ્રણેતા છે. ધાર્મિકતા વ્યક્તિગત બાબતે છે છતાં લોકોનું બેધ્યાન કરી ખોટી હકિકત મુકવામાં આવે છે. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર માત્ર અંધશ્રધ્ધા પ્રેરક પદ્ધતિનો જ વિરોધ છે. પર્ચીથી મોટો લોકસમુહ હાજર રહે છે. બાબા સંત કે કથાકાર નથી, ખલનાયક છે. તેમની વર્તણૂકથી મોટાભાગનો જાગૃત વર્ગ નારાજ છે. રાજકોટ હનુમંત કથાના આયોજકો ઉપર જાથાને માન-કદર છે. તેમણે સંયમપૂર્વકના નિવેદનો આપ્યા છે. આદરભાવ વ્યક્ત કરે છે.
જાથાએ ૩૫ વર્ષમાં કદી પણ જાતિવાદ-કોમવાદ, નાત-જાતને સ્થાન આપ્યું નથી. તટસ્થ કામગીરી સૌ કોઈ નજરે જોવે છે. અમુક લેભાગુનએ લોકોને ભરમાવે છે.
વિજ્ઞાન જાથા હંમેશા અંધશ્રદ્ધા વિષયક બાબતમાં પોતાનો વિચાર રજૂ કરે છે અને કાર્યક્રમો આપે છે તે તટસ્થાપૂર્વકના હોય છે. જાથા પૂરાવા સાથે કામ કરતું હોય જરૂર જણાય ત્યાં ગુન્હો પણ દાખલ કરતા હોય છે. આજ દિન સુધીમાં જાથા ઉપરના આક્ષેપો સાચા પડયા નથી. કહેવાતા હિન્દુ સંગઠનોના અમુક લેભાગુઓને જનસમાજ ઓળખે છે. તેમ અંતમાં ભારત જન વિજ્ઞાન જાથા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયું છે.
(2:32 PM IST)










