તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
વીજ તંત્રમાં બદલી-બઢતીનો દોરઃ એડી. ચીફ ઇજનેર, સુપ્રિ. ઇજનેરને બઢતીઃ બે અધિકારીની બદલી

રાજકોટ તા. ર૦ :.. પીજીવીસીએલ દ્વારા ગત મોડી સાંજે બદલી-બઢતીનો ગંજીપો ચીપાયો હતો, એડીશનલ ચીફ ઇજનેર અને સુપ્રિ. ઇજનેરોને બઢતી આપી છે, તો બે હાઇલેવલ અધિકારીની બદલી કરાયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.
જેમને બઢતી અપાઇ તે ૪ સુપ્રિ. ઇજનેરો હવે એડીશનલ ચીફ ઇજનેરો બન્યા છે, જેમાં વાય. આર. જાડેજા, ડી. એસ. ઓલકીયા, જતીન બી. ઉપાધ્યાય અને જીજ્ઞેશ બી. ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કોર્પોરેટર કચેરીના એડી. ચીફ ઇજનેરશ્રી બી. ડી. પરમારને બઢતી આપી કોર્પોરેટ ઓફીસમાં જ મટીરીયલ વિભાગના ચીફ ઇજનેર તરીકે નિમણુંક અપાઇ છે. જયારે બે એડીશનલ ચીફ ઇજનેર એ. એચ. વાઘેલા, અને એ. એસ. ચૌધરીની બદલીના ઓર્ડરો થયા છે.
(11:45 AM IST)










