<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

રાજકોટ સહિત રાજયભરમાં પ્રોપર્ટી કાર્ડ, માપણી, બીનખેતી અભિપ્રાય સહિતની કામગીરી ઠપ્‍પઃ લેન્‍ડ રેકર્ડના કર્મચારીઓની બેમુદતી હડતાલ

પગાર ધોરણ લેવલ-૭ માં કરવા, સહિતની માંગણીઓઃ તમામ આઇએલઆર કચેરીઓ ઠપ્‍પ

રાજકોટ, તા., ૧૧ :  ગુજરાત રાજ્‍ય તષ્ટ ૮ ઉલ્લેખનીય છે ૮ ગુજરાત રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માગણીઓ અંગે સરકારને લેખિતમાં રજૂઆતો કરી હતી પરંતુ સરકાર દ્વારા માગણીઓ અંગે કોઈ ધ્‍યાન નહી અપાતા આખરે કર્મચારીઓ દ્વારા આખરીનામું આપીને જો ૩૦ દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો  અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

એક મહિનો થવા છતાં પ્રશ્નનો નિવેડો નહી આવતા આખરે કર્મચારીઓ આજથી  હડતાળ પર ઉતરી ગયા છે. ઓનલાઈન તેમજ તમામ ઓફલાઈન સહિતની કામગીરીથી કર્મચારીઓ દૂર રહેશે. તેઓ કચેરીમાં હાજર હશે પરંતુ કોઈપણ, પ્રકારની કામગીરી નહી કરે. હોદેદારોએ જણાવ્‍યું હતું કે આઈએલઆરની તમામ કચેરીઓમાં હડતાળના પગલે પ્રોપર્ટીકાર્ડ, જમીન માપણી, એનએ અભિપ્રાય, જમીન સંપાદન સહિતની તમામ કામગીરી પર અસર પડશે. સરકાર દ્વારા માગણી નહી સ્‍વીકારે ત્‍યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે.

મુખ્‍ય માંગણીઓમાં સિનિયર સર્વેયરોનું પગાર ધોરણ મેટ્રીક લેવલ-પમાંથી મેટ્રીક લેવલ-૭માં કરવા તેમજ સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ મેટ્રીક લેવલ-૪માંથી મેટ્રીક લેવલ-પ માં કરવાની માંગણી કરવામાં આવી છે.

(2:47 PM IST)