<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

પં.દિનદયાળજી રાષ્‍ટ્રજીવનને નવી દિશા આપનાર દ્રષ્ટા : રાજુભાઇ ધ્રુવ

 

રાજકોટ : ભારતીય જનસંઘના પ્રખર વિચારક, રાષ્‍ટ્રનિષ્‍ઠ નેતા તથા ‘એકાત્‍મ માનવવાદ' અને ‘અંત્‍યોદય'ના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની જન્‍મજયંતિ નિમિત્તે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય મેડિકલ કોલેજ કેમ્‍પસમાં સ્‍થિત પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની પ્રતિમા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય વિચાર મંચના સંયોજક રાજુભાઈ ધ્રુવના માર્ગદર્શન અને ઉપસ્‍થિતિમાં પુષ્‍પાંજલિ-ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્‍થિત સૌએ પંડિતજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી તેમના રાષ્‍ટ્ર અને સમાજજીવનમાં રહેલા અમૂલ્‍ય યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યું હતું. આ પ્રસંગે રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજી માત્ર એક રાજકીય વિચારક નહોતા, પરંતુ રાષ્‍ટ્રજીવનને નવી દિશા આપનાર દ્રષ્ટા હતા. તેમણે સમાજના અંતિમ માનવીના કલ્‍યાણને કેન્‍દ્રમાં રાખીને રાષ્‍ટ્રના સર્વાંગી વિકાસનું ચિંતન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, પંડિતજીની જન્‍મજયંતિ માત્ર સ્‍મરણનો દિવસ ન બની રહે, પરંતુ તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો અને સમાજના છેવાડાના વ્‍યક્‍તિ સુધી સેવા પહોંચાડવાનો સંકલ્‍પ કરવાનો દિવસ બનવો જોઈએ. સેવા, સંગઠન, રાષ્‍ટ્રનિષ્ઠા અને અંત્‍યોદયની ભાવનાને આત્‍મસાત કરીને સમાજના અંતિમ વ્‍યક્‍તિ સુધી વિકાસનો લાભ પહોંચાડવો એ જ પંડિતજીને સાચી શ્રદ્ધાંજલિ છે. આ પ્રસંગે ભાવિકભાઈ અગ્રાવત, મહેન્‍દ્રભાઈ કંટારિયા, નિヘલભાઈ સંઘવી, અમિતભાઈ, રાજેન્‍દ્રસિંંહ ઝાલા, દિગુભા ઝાલા, લલિત પાલા, જીત મહેતા, પારસ સોલંકી, વૈદ પુરોહિત, શ્‍યામ કાનગડ, અરમાન કાપડિયા, જેનીલ મુલીયા, દર્શન વીઠલપરા, મનોજ કાપડિયા, નિશિત અગ્રાવત, ઓમદેવસિંહ પરમાર, તુષાર ચાવડા, યાત્રી સોજીત્રા, જય પાટીલ, હયાઝ સરસિયા, અવંતિકા પુરબીયા, મોહિત બકરાણીયા, જતીન કોચરા સહિત સંસ્‍થાના સાથી કાર્યકર મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા. સૌએ પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી એકાત્‍મ માનવવાદ, અંત્‍યોદય અને રાષ્‍ટ્રસેવાના વિચારોને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો.

(3:09 PM IST)