<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

કાલ સાંજથી જાહેર પ્રચાર- પડઘમ શાંત થઇ જશેઃ બહારથી આવેલ નેતાઓ- કાર્યકરોને રાજકોટ છોડી દેવા આદેશો

હવે રાજકીય પક્ષો કાલ સાંજ બાદ ડોર ટુ ડોર સંપર્ક પર ભાર મૂકશેઃ ૨૬મીએ સવારે ૭ થી ૬ મતદાન

 

રાજકોટ તા.૨૩: રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલો ચૂંટણીલક્ષી જાહેર શોરબકોર અને પક્ષોનો ઝંઝાવતી પ્રચાર આવતીકાલે સાંજે ૫:૦૦ વાગ્‍યે થંભી જશે. પ્રચાર પડઘમ શાંત થતાની સાથે જ ઉમેદવારો હવે ઁડોર-ટૂ-ડોરઁ સંપર્ક પર ભાર મૂકશે.આવતીકાલે પ્રચારના છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી દેશે. મુખ્‍ય પક્ષો દ્વારા મોટા પાયે રેલીઓ, રોડ-શો અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કાલે સાંજે ૫ વાગ્‍યાથી જે-તે મતવિસ્‍તારના મતદાર ન હોય તેવા રાજકીય કાર્યકરોએ વિસ્‍તાર છોડવો પડશે, જાહેર સભાઓ અને લાઉડસ્‍પીકર દ્વારા થતો પ્રચાર સદંતર બંધ થશે અને સંવેદનશીલ બૂથો પર પોલીસનો ચુસ્‍ત પહેરો ગોઠવી દેવામાં આવ્‍યો છે જેથી કોઈ અણછાજતી ઘટના ન બને.

તા.૨૬મી એપ્રિલે સવારે ૭ કલાકે મતદાન શરૂ થશે. મતદાન વધારેમાં વધારે થાય તે માટે ચૂંટણીપંચ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રવિવારે મતદારો ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે ત્‍યારબાદ મંગળવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.(૨.૧૬)

(2:37 PM IST)