<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

જાહેર નાણાંનો બેફામ વેડફાટ થયોઃ સમગ્ર ખર્ચની નિષ્‍પક્ષ તપાસ થવી જોઈએ : વિનુભાઈ ઘવા

જંગલેશ્વર ડિમોલીશનના લાખોના ચા-નાસ્‍તા બિલ પર પૂર્વ શાસક પક્ષના નેતાના પ્રહારો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્‍તારમાં હાથ ધરાયેલા મેગા ડિમોલીશન દરમિયાન થયેલા ચા, નાસ્‍તા, ભોજન અને પાણીના ખર્ચને લઈને વિવાદ વધુ ઘેરો બન્‍યો છે. પૂવ શાસક ર્ વિપક્ષના નેતા વિનુભાઈ ઘવાએ આ સમગ્ર મામલે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું કે જનતાના ટેક્‍સના નાણાંનો બેફામ ખર્ચ થયો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે અને સમગ્ર મામલાની પારદર્શક તપાસ થવી જરૂરી છે.વિનુભાઈ ઘવાએ જણાવ્‍યું હતું કે ડિમોલીશન દરમિયાન થયેલા લાખો રૂપિયાના ખર્ચ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ખર્ચ કેવી રીતે નક્કી કરવામાં આવ્‍યો, કોને લાભ મળ્‍યો અને વાસ્‍તવમાં કેટલી સામગ્રીનો ઉપયોગ થયો તેની જવાબદારી નક્કી થવી જોઈએ.

તેમણે માંગ કરી હતી કે સમગ્ર ખર્ચની સ્‍વતંત્ર તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે.ઉલ્લેખનીય છે કે જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન રજૂ કરાયેલા રૂ. ૨૭.૨૦ લાખના ફૂડ બિલને લઈને વિવાદ સર્જાયો છે. સ્‍ટેન્‍ડિંગ કમિટીએ આ બિલને મંજૂરી આપવાના બદલે અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્‍યો છે. સમગ્ર મામલે રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે.

(4:01 PM IST)