<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પૂ. જલારામ બાપાની રર૭મી જન્‍મજયંતી રાજકોટમાં ધામધૂમથી ઉજવાશે : આજે કાર્યાલય પ્રારંભ સાથે તૈયારીઓ શરૂ

રાજકોટ, તા. ૪ : દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિ, રાજકોટ દ્વારા પૂજ્‍ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્‍મજયંતિ નિમિત્તે ભવ્‍ય અને વિશાળ જલારામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ શોભાયાત્રાની તૈયારીઓના ભાગરૂપે સમિતિના કાર્યાલયનો શુભ પ્રારંભ આજે તા. ૪ બુધવારે રાત્રે ૯ કલાકે કરણપરા સ્‍થિત કેસરિયા લોહાણા મહાજન વાડી, રાજકોટ ખાતે કરવામાં આવશે. જલારામ બાપાના જયજયકાર અને ભક્‍તિમય નાદ સાથે દીપ પ્રાગટય કરીને કાર્યાલયનો શુભારંભ કરવામાં આવશે.

આ કાર્યાલય માટે રાજકોટ લોહાણા મહાજન દ્વારા વિનામૂલ્‍યે જગ્‍યા ફાળવવામાં આવી છે. આ ઉમદા સહયોગ બદલ શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિ રાજકોટ દ્વારા રાજકોટ લોહાણા મહાજનનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવેલ છે.

આ પ્રસંગે રાજકોટના તમામ જલારામ ભક્‍તો, રાજકોટ લોહાણા મહાજનના હોદ્દેદારો, રઘુવંશી સમાજની તમામ સંસ્‍થાઓ, મહિલા મંડળો, વોર્ડવાઇઝ જલારામ જયંતિની ઉજવણી કરતા મંડળો તથા તમામ જલારામ ભક્‍તોને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કાર્યાલય પ્રારંભ કાર્યક્રમને સફળ બનાવવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ જલારામ ભક્‍તો માટે ભજીયાના પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. ભજીયા પ્રસાદના સૌજન્‍ય શ્રી કિરીટભાઈ પાંધી છે. સૌ જલારામ ભકતોને પધારવા  જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

(3:53 PM IST)