તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
કુંભકોણમમાં કાલે સૌરાષ્ટ્ર મહા સંગમમાં પુરૂષોત્તમ રૂપાલાનું અધ્યક્ષીય ઉદબોધન

રાજકોટ, તા.૨૬: તમિલનાડુમાં વસતા મૂળ સૌરાષ્ટ્રવાસી સમુદાયની મધ્યસ્થ સંસ્થા સૌરાષ્ટ્ર મધ્ય સભા દ્વારા વિશ્વવિખ્યાત યાત્રાધામ કુંભકોણમ ખાતે આયોજિત મહાસંગમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સંસદ સભ્યશ્રી પુરુષોત્તમ રૂપાલા આવતીકાલે મહત્વપૂર્ણ અધ્યક્ષીય ઉદબોધન કરનાર છે, તે પૂર્વે આજે વિખ્યાત શ્રીરંગમ મંદિર જ્યાં આવેલું છે તે ત્રિચિનાપલ્લી એરપોર્ટ ખાતે શ્રી રૂપાલાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના ભાતીગળ ઇતિહાસ સાહિત્ય અને સંત પરંપરાના અભ્યાસુ શ્રી પુરુષોત્તમ રૂપાલાનું સ્વાગત સભાના પ્રમુખ શ્રી ટી આર સુરેન્દ્રનની આગેવાની હેઠળ કરવામાં આવશે.
સ્વામિનારાયણ સનાતન સંતશ્રી ભાનુપ્રકાશજી આજે રાત્રે કુંભકોણમ ખાતે પધારનાર છે અને તેઓની સૌરાષ્ટ્ર જીયર સ્વામી સાથે બેઠક આયોજિત કરાયેલ છે, તેઓ પણ સંબોધન કરનાર હોવાનું ડો. કમલેશ જોષીપૂરાએ એક યાદીમાં જણાવેલ છે.
(3:54 PM IST)










