તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Monday, 27th July 2026
ગોૈ માતાની હત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકોઃ ગોૈચર બોર્ડ બનાવોઃ રાષ્ટ્રમાતા જાહેર કરોઃ કલેકટરને આવેદન

રાજકોટઃ ગોૈ સમ્માન અભિયાનના સેંકડો આગેવાનોએ વિશાળ રેલી કાઢી સુત્રોચ્ચાર સાથે ૧ લાખ ૩૧ હજારની લોકોની સહી વાળુ કલેકટરને આવેદન પાઠવી. ગોૈ સમ્માન, ગોૈ હત્યા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવા માંગણી કરી હતી, આ ઉપરાંત આવેદનમાં ગોૈમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, ગોૈ સેવા માટે કેન્દ્રિય કાનૂન લાગુ કરવા ગોૈ સેવા મંત્રાલય બનાવવા, ગોૈચર બોર્ડ બનાવવા, ચારા સુરક્ષા નીતિ નક્કી કરવા, વિગેરે સહિત અનેક મુદા સાથે રજૂઆતો કરી હતી
(3:15 PM IST)










