<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

જાહેરાતના ઉદ્દભવથી આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ સુધીના વિષયો પર RACનું જ્ઞાનસત્ર યોજાયું

જ્ઞાનવર્ધક કાર્યક્રમો, વ્‍યાવસાયિક તાલીમ અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા જાહેરાત ક્ષેત્રને વધુ સક્ષમ, સર્જનાત્‍મક અને ભવિષ્‍યલક્ષી બનાવવાના RACના પ્રયાસો સતત આગળ વધી રહ્યા છે

રાજકોટ : રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ (RAC) દ્વારા તા. રપ જુલાઈ, ૨૦૨૬ના રોજ શહેરની વિવિધ એડવર્ટાઈઝિંગ એજન્‍સીઓના સભ્‍યો માટે વિશેષ જ્ઞાનસત્રનું આયોજન શહેરનાં પ્રખ્‍યાત ગાંધી મ્‍યુઝિયમ ખાતે આવેલ એરકન્‍ડીશન્‍ડ કોન્‍ફરન્‍સ હોલ ખાતે કરવામાં આવ્‍યું હતું. જાહેરાત વ્‍યવસાયના મૂળભૂત તત્‍વોથી લઈને આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સના આધુનિક ઉપયોગ સુધીના વિષયો આવરી લેતા બે સત્રોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સભ્‍યોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ સત્રમાં RACના સભ્‍ય તથા‘ધ જૈનૈસિસ ઓફ એડવર્ટાઇઝિંગ' પુસ્‍તકના લેખક નયનેશ પારેખ (એસેન્‍ટ એડ) દ્વારા જાહેરાતના ઉદભવ અને વિકાસ પર સંશોધન આધારિત પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. પ્રસ્‍તુતિમાં જણાવાયું હતું કે જાહેરાતનો ઇતિહાસ માત્ર વેપાર કે બજાર સાથે જ જોડાયેલો નથી, પરંતુ તે માનવ સંસ્‍કળતિના વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. માનવજાતની ધ્‍યાન આકર્ષવાની, પ્રભાવ પાડવાની અને સમાજમાં સ્‍વીકાર મેળવવાની સહજ વળત્તિમાંથી જાહેરાતનો જન્‍મ થયો હોવાનું ઐતિહાસિક, સાંસ્‍કળતિક અને માનવ વર્તણૂકના અનેક ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્‍યું હતું.

ગુફાચિત્રોથી શરૂ થયેલી થયેલી અભિવ્‍યક્‍તિની અભિવ્‍યક્‍તિની સફર, રાજાઓના શિલાલેખો, વેપારીઓના જાહેર જાહેર પોકારો, પોકા ધાર્મિક સંદેશાવ્‍યવહાર, લોકપરંપરાઓ, છાપાખાનાની શોધ, ઔદ્યોગિક ક્રાંતિ અને આધુનિક બ્રાન્‍ડિંગ સુધી જાહેરાત કેવી રીતે વિકસતી ગઈ તેની રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી. પ્રસ્‍તુતિએ ઉપસ્‍થિત સભ્‍યોને એ વિચારવા પ્રેર્યા કે જાહેરાત એ માત્ર ઉત્‍પાદન વેચવાની પ્રક્રિયા નથી, પરંતુ માનવ અભિવ્‍યક્‍તિ, સંવાદ અને સમાજને પ્રભાવિત કરવાની સતત વિકસતી કળા છે. બીજા સત્રમાં શ્રી જલાધી ઝવેરી (એપેક્ષ એડવર્ટાઈઝીંગ) અને શ્રી અર્પિત ગણાત્રા (જનાદેશ PR) દ્વારા ‘AI અને એડવર્ટાઇઝિંગ' વિષય પર પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. વિવિધ Al ટૂલ્‍સના લાઈવ ડેમો દ્વારા જાહેરાત ક્ષેત્રમાં કૉપીરાઈટિંગ, વિઝ્‍યુઅલ ડિઝાઈન, કેમ્‍પેઈન પ્‍લાનિંગ, કન્‍ટેન્‍ટ ડેવલપમેન્‍ટ અને ક્રિએટિવ આઈડિયેશનમાં Alનો અસરકારક ઉપયોગ કેવી રીતે થઈ શકે તેની વિસ્‍તળત સમજ આપવામાં આવી હતી.

સત્રની વિશેષતા Prompt Engineering અંગે યોગ્‍ય પ્રોમ્‍પ્‍ટ કેવી રીતે તૈયાર કરવો તેનું માર્ગદર્શન અપાયું હતું. AI પાસેથી વધુ ચોક્કસ, સર્જનાત્‍મક અને ગુણવત્તાસભર પરિણામો કેવી રીતે મેળવવા તેમજ દૈનિક એજન્‍સી કાર્યમાં AIને અસરકારક સહયોગી તરીકે કેવી રીતે ઉપયોગમાં લેવો તે અંગે અનેક જીવંત ઉદાહરણો સાથે પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર સત્ર દરમિયાન સભ્‍યોએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી અને પ્રશ્નોત્તરી તેમજ લાઈવ એક્‍સરસાઈઝ દ્વારા વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સભ્‍યો માટે ચા અને હળવા નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્‍થિત તમામ સભ્‍યોને‘ધ જેનેસિસ ઓફ એડવર્ટાઈઝિંગ' પુસ્‍તકની અંગ્રેજી તથા ગુજરાતી PDF આવળત્તિ સંદર્ભ, અભ્‍યાસ, સંગ્રહ અને આંતરિક વિતરણ માટે ભેટ સ્‍વરૂપે અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે શ્રી જયેશભાઈ સોના દ્વારા ઉપસ્‍થિત સભ્‍યોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું, જ્‍યારે અંતે તેમણે આભારવિધિ પણ વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ દ્વારા જાહેરાત વ્‍યવસાય સાથે સંકળાયેલા વ્‍યાવસાયિકોને નવી ટેકનોલોજી સાથે સતત અપડેટ રાખવાના હેતુથી AI અને તેના એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં ઉપયોગ અંગે ઓનલાઈન જ્ઞાનસત્રોની શ્રેણી શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ય્‍ખ્‍ઘ્‍ની કોર ટીમના સભ્‍યો શ્રી ગિરીશભાઈ ત્રિવેદી (દ્રષ્ટિ કોમ્‍યુનિકેશન), શ્રી નિલેશભાઈ ત્રિવેદી (મનીષ એડ્‍સ), શ્રી મેહુલભાઈ દામાણી (રિઝલ્‍ટ એડવર્ટાઈઝિંગ), શ્રી જયેશભાઈ સોના (એડેક્‍સ મીડિયા), શ્રી જલાધી ઝવેરી (એપેક્‍સ એડવર્ટાઇઝિંગ), શ્રી કમલભાઈ પારેખ (સર્જન એડવર્ટાઈઝિંગ) તથા શ્રી નયનેશભાઈ પારેખ (એસેન્‍ટ) દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ હરહંમેશની જેમ ધીરેનભાઈ વાઘેલા (માઈક્રોમીડિયા)એ પોતાના કેમેરાથી આખો સેમિનાર ફોટોગ્રાફીથી કંડારયો હતો. જેના પરિણામે સમગ્ર કાર્યક્રમ સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ છેલ્લા કેટલાક સમયથી વાંચન સંસ્‍કળતિને પ્રોત્‍સાહન આપતા સામાજિક હેતુના જાહેરખબર અભિયાન સતત હાથ ધરી રહ્યું છે. આ અભિયાનને સમાજમાંથી ઉત્‍સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. એટલું જ નહીં, ગુજરાતના અન્‍ય શહેરોની એડવર્ટાઇઝિંગ એજન્‍સીઓ અને વ્‍યાવસાયિક વર્તુળોમાં પણ ય્‍ખ્‍ઘ્‍ની આ પહેલની નોંધ લેવામાં આવી રહી છે.

 

(2:23 PM IST)