News of Saturday, 17th October 2026
રઘુપતિ રાઘવ રાજા રામ....રઘુવંશી પરીવાર રાસોત્સવમાં અયોધ્યા નગરી જેવા માહોલઃ યુવાધન બન્યું રામમય
આજે રાત્રે ૧૦ કલાકે મહાઆરતી, લેસર-શો તેમજ ફાયર-શો સાથે જ લાખેણા ઇનામોની વર્ષા આજનો ડ્રેસકોડઃ ‘ભગવો કેસરીયો''

રાજકોટઃ રઘુવંશી સમાજના ખેલૈયાઓ ભગવાનશ્રી રામના અલગ-અલગ ભજનીક ગીતો જેવા કે 'રામ આયેંગે તો અગના સજાઉંગી.....' 'હર ભારત કા બચ્ચા જય જયશ્રી રામ બોલેંગા......' 'રામનામ કે હિરે મોતી.......' જેવા અલગ-અલગ ભજનીક ગીતો, સાથે જ ગરબા તેમજ ટીટોડી, ડાકલા તેમજ દેશ ભકિતના ગીતો ઉપર તેમજ અવનવા ગરબા સાથે ૧૫૦ ફુટ રીંગ રોડ રોડ ખાતે શિતલ પાર્ક પાસે ધ વન વર્લ્ડ સામે પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાના વિશાળ ગ્રાઉન્ડમાં શરણાઇના સુર અને ઢોલીઓના ઢોલની સંગાથે સાથે સંપૂર્ણ પારીવારીક માહોલમાં ઢોલ ધબકારે ખેલૈયાઓ ખીલ્યા હતા.
સિંગર અજય ગઢવી, નિહાલ પિત્રોડા, વિજય બારોટ, અંજુ મકવાણ તથા એન્કર રશ્મી માણેક તથા ભાવેશ મેર તેમજ ખ્યાતનામ એવા શુભ ઇવેન્ટસના આશિષ કોટક તથા કવિતા કોટક અદ્યતન સાઉન્ડ સિસ્ટમના સથવારે રઘુવંશી સમાજના ખેલૈયાઓને ગરબે રમવા મંત્રમૂગ્ધ કરી દિધા હતા.
આ પ્રસંગે પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ, ડો.નિશાંત ચોટાઈ, રાજકોટ મહાનગર પાલીકા પૂર્વ કોર્પોરેટશ્રી મનીષભાઈ રાડીયા, ગીરીરાજ હોસ્પિટલ રમેશભાઈ ઠકકર, ગોપાલભાઈ અનડકટ, લાલભાઈ શેઠજી, મિતુલભાઇ લાલ, કમલેશભાઇ ઠકકર, મયુરભાઈ બુધ્ધદેવ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
છઠા નોરતે પ્રિન્સ ફર્સ્ટ પૂર્વ રાયજાદા, સેકેન્ડ પ્રિન્સ અર્પિત ઔંધીયા, થર્ડ પ્રિન્સ ક્રિશ દતાણી, તથા ફર્સ્ટ પ્રિન્સેસ ઇશા અઢિયા, સેકેન્ડ પ્રિન્સેસ ધાર્મિકા જીવરાજાણી, થર્ડ પ્રિન્સેસ સેજલ રાયઠઠા, ફોર્થ પ્રિન્સેસ ખુશી રૂપારેલીયા વિજેતા જાહેર કરેલ તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સ દક્ષ હિડોચા, સેકેન્ડ પ્રિન્સ દર્શ સોનછાત્રા, થર્ડ પ્રિન્સ જેનીશ કાનાબાર, તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સેસ પ્રિન્સી શિગાળા, સેકેન્ડ પ્રિન્સેસ અલોકી ચોલેરા, થર્ડ પ્રિન્સેસ જેની ગણાત્રા, વિજેતા જાહેર કરેલ તેમજ વેલડ્રેસમાં દિયા કેશરીયા, ખુશી મશરૂ, રાહી ગોકાણી, રીયાન્સી બુધ્ધદેવ, સ્નેહીલ ખખ્ખર, સ્પાર્શ કારીયાને વિજેતા જાહેર
અકિલા રઘુવંશી પરીવાર રસોત્સવ-૨૦૨૬ ના આયોજનને સફળ બનાવવા પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, તથા સમ્રગ ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિત માટે મો.૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્યું છે.
(4:02 PM IST)










