તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 12th October 2026
રઘુવંશી પરિવાર રાસોત્સવનો ધમાકેદાર પ્રારંભઃ સાંજ પડતા જ ખેલૈયાઓ મનમુકીને ઝુમ્યા
સંગીત, સુર અને તાલના ત્રિવેણી સંગત સાથે પ્રથમ નોરતે વિજેતાઓની જાહેરાત સાથે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

રાજકોટઃ પ્રરંભ અકિલા રઘુવંશી પરીવાર રાસોત્સવ દ્વારા રઘુવંશી સમાજ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનો ધમાકેદાર છે આ વર્ષે રાસોત્સવમાં પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ જોવા મળશે. સુપ્રસિધ્ધ સિંગર અજય ગઢવી, નિહાલ પિત્રોડા, વિજય બારોટ, અંજુ મકવાણ તથા એન્કર રશ્મી માણેક તથા ભાવેશ મેર તેમજ ખ્યાતનામ એવા શુભ ઈવેન્ટસના આશિષ કોટક તથા કવિતા કોટકએ રઘુવંશી સમાજના ખેલૈયાઓને ગરબે રમવા મંત્રમૂગ્ધ કરી દિધા હતા.
ધ વન વર્લ્ડ સામે રવિ રેસ્ટોરન્ટ પાસે મારૂતિકુરીયર વાળા રામભાઈ મોકરીયાના વિશાળ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ આરામદાયક અને સુરક્ષિત પારીવારીક માહોલમાં ગરબા રમ્યા હતા ખેલૈયાઓની સુરક્ષા માટે સમ્રગ આયોજન દરમ્યાન સીસીટીવી કેમરાથી હાઇ-સીકયુરીટી સાથે મહિલા બાઉન્સરથી પણ બાજ નજર રખાશે તેમજ હાઈ-સીકયુરીટી, મેડીકલ ટીમ પણ ખડેપગે તૈનાત રહેશે આમ રઘુવંશી સમાજની સજજડ સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આયોજકોએ જણાવ્યું હતુ કે જગત જનની જગદંબાની પૂજાવિધી-આરાધના કરી ગણેશ સ્તળતિ કરી માં-અંબાના પ્રથમ નોતરાનો પ્રારંભ થયેલ ત્યાર બાદ અર્વાચીન ગરબાની સાથે-સાથે આપણા પ્રાચીન સંસ્કારો, પ્રાચીન ગરબાઓ તેમજ નવરાત્રિના સમ્રગ ઉત્સવને ધર્મ સાથે જોડી મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે.
આયોજક ટીમે મેદાન પરીસર અને સ્ટેજ પર આરામદાયક અને સુરક્ષિત પરીસ્થિતિને સુનિヘત કરવા મહેનત કરી રહી છે તેમજ તમામ પ્રવેશ દ્રાર ઉપર સુરક્ષા કર્મચારી રાખવામાં આવેલ છે જેથી ખેલૈયાઓને એક નિર્ભય અને સુરક્ષિત માહોલ મળે તેવી અનેક સુવિધા કરવામાં આવેલ છે.
લાલભાઈ શેઠજી, મિતુલ લાલ, કમલેશભાઈ ઠકકર, મયુરભાઈ બુધ્ધદેવ, અશ્વિન બુધ્ધદેવ, પ્રિયાંક કોટક, નિતુભાઈ ઠકકર, નિલેશભાઈ ચનાબાબા, બિપીનભાઈ બુધ્ધદેવ, તેમજ સમાજના અગ્રણીઓએ હાજરી આપી રાસોત્સવના આયોજકની સમ્રગ ટીમને બિરદાવી હતી.
અકિલા રઘુવંશી પરીવાર રસોત્સવના પ્રથમ નોરતે પ્રિન્સ ફર્સ્ટ પ્રિન્સ કેવિન ભીમાણી, સેકેન્ડ પ્રિન્સ વિરાજ સુચક, થર્ડ પ્રિન્સ રોનક સેજપાલ,તથા ફર્સ્ટ પ્રિન્સેસ ધાર્મી ગોટેચા, સેકેન્ડ પ્રિન્સેસ કાજલ લાલચેતા, થર્ડ પ્રિન્સેસ ધૈર્યા હદાણી, વિજેતા જાહેર કરેલ તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સ વંશ કારીયા, સેકેન્ડ પ્રિન્સ અભિનવ રૂપારેલીયા, થર્ડ પ્રિન્સ ઉવીલ અભાણી, તથા કિડસમાં ફર્સ્ટ પ્રિન્સેસ ક્રિશા અમલાણી, સેકેન્ડ પ્રિન્સેસ રાજવી દક્ષીણી, થર્ડ પ્રિન્સેસ દિયા સોમમાણેક વિજેતા જાહેર કરેલ તેમજ વેલડ્રેસમાં નક્ષ રૂપારેલીયા, હસ્ત ઠકકર, રાહી કોટક, ખુશી કોટક, ભાગ્યશ્રી રૂપારેલીયા, ખુશી રૂપારેલીયા ને વિજેતા જાહેર કરી લાખેલા ઇનામો વિતરણ કરેલ હતા તેમજ ખેલૈયાનો ભારે ઉત્સાહ જોવા મળેલ.
અકિલા રઘુવંશી પરીવાર રસોત્સવ-૨૦૨૬ના સમ્રગ આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, તથા સમ્રગ ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આમ વિશેષ માહિત માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્યું છે.

(3:31 PM IST)










