<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

રઘુવંશી મિત્ર મંડળ વોર્ડ નં. ૧ દ્વારા સોમવારે જલારામ બાપાની ૨૨૭મી જન્‍મ જયંતિ ઉજવવા ભારે થનગનાટ

રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરૂં, જય જય જલારામ : મહાઆરતી, મહાપ્રસાદ તથા થૅલેસેમિયાગ્રસ્‍ત બાળકો માટે રક્‍તદાન શિબિરનું આયોજન

રાજકોટ : રઘુવંશી મિત્ર મંડળ, વોર્ડ નં. ૧ દ્વારા તા. ૧૬ને સોમવારે સંત શિરોમણી પરમ પૂજ્‍ય શ્રી જલારામ બાપાની ૨૨૭ મી જન્‍મ જયંતિ ભાવપૂર્વક ભક્‍તિમય ઉજવણી વોર્ડ નં. ૧માં આવેલ રાજકોટ મ્‍યુનિ. કોર્પો. ના નવનિર્મિત હોલમાં યુનિટ-૧, સવન સેન્‍ટોસાની સામે, સંતોષ પાર્ક મેઈન રોડ, રૈયા રોડ ખાતે કરવામાં આવશે. ૫.પૂ. જલારામ બાપાના તમામ ભક્‍તો દ્વારા જલારામ બાપાની ૨૨૭ મી જન્‍મ જયંતિ નિમિત્તે મહાઆરતી તથા જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે.

સવારે ૧૦-૩૦ કલાકે રઘુવંશી શ્રેષ્‍ઠીઓ તથા જલારામ બાપાના ભક્‍તો દ્વારા મહાઆરતી થશે, ત્‍યાર બાદ ૧૧ વાગ્‍યાથી ૨-૩૦ વાગ્‍યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સાથોસાથ થેલેસેમિયાગ્રસ્‍ત બાળકો માટે રક્‍તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા માટે રઘુવંશી મિત્ર મંડળ, વોર્ડ નં. ૧ના કાર્યકરો બિપીનભાઈ નથવાણી, કેતનભાઈ સુચક, દિપેનભાઈ સુચક, સમીરભાઈ સોનપાલ, અભિષેકભાઈ કક્કડ, કિશોરભાઈ સિરોદરિયા, ભાવેશભાઈ પતાણી, નવીનભાઈ લાખાણી, મહેન્‍દ્રભાઈ ઉનડકટ, કેયુરભાઈ કાનાબાર, અશોકભાઈ તન્ના, હિતેશભાઈ તન્ના, બિપીનભાઈ પુજારા, નેહલભાઈ તેલી, રૂપેશભાઈ સચદેવ, ધર્માંગભાઈ મિરાણી, વિશાલભાઈ શીંગાળા, દિનેશભાઈ રાડીયા, નવીનભાઈ જોબનપુત્રા, અતુલભાઈ પાબારી, રાજુભાઈ રાજાણી, કમલેશભાઈ પોપટ, વિશાલભાઈ પોબારૂ, ઉમેશભાઈ કોટેચા, ગોપાલભાઈ ઠકરાર, હિતેશભાઈ ઓસાણી, કુનાલ પુજારા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ માહિતી માટે મો. ૯૯૨૫૧ ૩૦૧૪૦, ૯૪૦૮૬ ૬૪૯૩૩ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:54 PM IST)