તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
રઘુવંશી સમાજ ગ્લોબલ બન્યો : રાજકોટમાં ડિજિટલ ટચ સાથે કાલે હાઇટેક જીવનસાથી પસંદગી મેળો
ઉમેદવારોની ફોટા સાથેની ડિરેક્ટરી વિનામૂલ્યે મળશે : મેરેજ બ્યુરોના સંચાલકો કરાવશે વ્યક્તિગત સંપર્ક : લોહાણા યુવક પ્રગતિ મંડળનું આયોજન

રાજકોટ : સમય સાથે કદમ મિલાવીને રાજકોટનું લોહાણા યુવક પ્રગતિ મંડળ આવતીકાલે રવિવારે બપોરે એક વિશિષ્ટ ઁહાઇટેક પરિચય મેળોઁ યોજવા જઈ રહ્યું છે.
અટલબિહારી બાજપાઈ ઓડિટોરીયમ ખાતે યોજાનારા આ મેળામાં ઉચ્ચ ડિગ્રી ધરાવતા ૪૧૩થી વધુ રઘુવંશી યુવક-યુવતીઓ પોતાના મનપસંદ જીવનસાથીની પસંદગી કરશે. આ પ્રસંગે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો હાજર નથી રહી શકવાના, તેમના માટે ફેસબુક લાઈવની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે.
આ મેળાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં સૌરાષ્ટ્રના જાણીતા મેરેજ બ્યુરોના સંચાલકો અને અગ્રણીઓ દ્વારા ઉમેદવારોનો વ્યક્તિગત સંપર્ક કરાવી આપવામાં આવશે. મહિલા મંડળની ટીમો પણ બહેનોના સંપર્ક માટે સેતુ બનશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે નવીનભાઈ ઠક્કર, હરીશભાઈ લાખાણી, રાજુભાઈ જસાણી, મુકેશભાઈ તન્ના, જીમ્મીભાઈ દક્ષિણી, યોગેશભાઈ જસાણી, હિતેશભાઈ પોપટ સહિતના મંડળના હોદ્દેદારો અને કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:00 PM IST)










