News of Wednesday, 21st October 2026
રઘુવંશી શસ્ત્ર પૂજા મહોત્સવ-શૌર્યવંદના-લોકડાયરોઃ સનાતની શૌર્યનો અભૂતપૂર્વ માહોલ

રાજકોટઃ અહિં રૈયા રોડ પર પ્રમુખસ્વામી ઓડિટોરિયમની બાજુમાં આવેલ વીર શ્રી રાણા જશરાજજી ગ્રાઉન્ડ (RMC ટી.પી. પ્લોટ) ખાતે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા આયોજિત ભવ્ય ‘છઠ્ઠા રઘુવંશી શસ્ત્ર પૂજા મહોત્સવ' અને ‘શૌર્ય વંદના' લોકડાયરો દેશભક્તિ અને સનાતની શૌર્યના અભૂતપૂર્વ માહોલ મળ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત સાફા બાંધવાના આયોજનથી થઈ હતી, ત્યારબાદ સાંજે વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે ભવ્ય શષ પૂજનનો પ્રારંભ કરાયો હતો.આ વર્ષે મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે પરંપરાગત પોશાકમાં સજ્જ ૬૦૦ જેટલા રઘુવંશી યુવાનો શષ પૂજામાં જોડાયા હતા.
સંસ્થાના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ શ્રી કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ) એ રઘુવંશી સમાજના ગૌરવવંતા ક્ષત્રિય ઇતિહાસ અને વીર મેઘજી શેઠના શૌર્યસ્મરણો વાગોળ્યા હતા અને ઉપસ્થિત સર્વે યુવાનોએ રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, ગૌ-રક્ષા, સ્ત્રીરક્ષા અને સ્વરક્ષાના પવિત્ર સંકલ્પ સાથે શષોનું પૂજન કર્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહાનુભાવોનો સન્માન સમારોહ અને અલ્પાહાર (પ્રસાદ) નો કાર્યક્રમ યોજાયો હતો. રાત્રે મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન 'શૌર્ય વંદના' લોકડાયરામાં પ્રખ્યાત નવયુવાન લોકસાહિત્યકાર પ્રેમ ઠક્કરે દુહા-છંદ, સપાખરા અને ચારણી સાહિત્યની ધમાકેદાર રમઝટ બોલાવીને જનરેશન-ઝેડના યુવાનો સહિત હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ ધારાસભ્યઓ રમેશભાઈ ટીલાળા અને ડો. દર્શિતાબહેન શાહ, વિસાવદર બેઠકના આપ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, મેયર નેહલભાઈ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબહેન વસાણી, પૂર્વ દંડક મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, પૂર્વ પ્રમુખો કમલેશભાઈ મીરાણી અને પ્રતાપભાઇ કોટક, મહિલા મોરચા ઉપપ્રમુખ નેહાબહેન રાચ્છ, શહેર ભાજપ ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, યુવા મોરચા પ્રમુખ મિલનભાઈ લીંબાસીયા, મહામંત્રી હેમાંગભાઈ રાજ્યગુરુ, ઉપપ્રમુખશ્રીઓ હીરલબહેન કટારીયા તથા અનિરુદ્ધસિંહ વાળા અને પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી દેવાંગીબહેન મૈયાડ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વોર્ડના કોર્પોરેટરો નીતાબહેન ન્આલ, જયશ્રીબા જાડેજા, અરુણાબહેન આડેસરા, ઘનશ્યામભાઈ હેરભા, ધૈર્યભાઈ પારેખ અને પરેશભાઈ ઠાકર, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર શ્રી અતુલભાઈ રાજાણી અને અગ્રણી શ્રી ગોપાલભાઈ ઉનડકટ તેમજ આપ અગ્રણીઓ પરેશભાઈ શિગાળા, દિલિપસિંહ વાઘેલા, તેજભાઈ ગજીપરા અને રાજલબહેન ગઢવીએ પણ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણી હબીબભાઈ કટારીયા, રાવળ દેવ સમાજના ગોપાલભાઈ બોરાણા, ભરવાડ સમાજના રાજુભાઈ જુંજા, ભીખાભાઈ ભરવાડ અને કિશનાઇ સોહલા તેમજ આહિર સમાજના વિજયભાઈ વાંક અને ભાવેશભાઈ લોખીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રઘુવંશી સમાજના મિતેશભાઈ રૂપારેલ, શૈલેષભાઈ પાબારી, જતીનભાઈ પાબારી, સંદીપભાઈ વિઠલાણી, પરેશાઇ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલ, હસુભાઈ ચંદારાણા, કૃણાલભાઈ ચોલેરા, અશ્વીનભાઈ જોબનપુત્રા, નિલેશભાઈ ધનેશા, કાશ્મીરાબહેન નથવાણી, સોનલબહેન વસાણી (જસદણ કોર્પોરેટર), ભાવેશભાઈ રૂપારેલિયા, રાકેશભાઈ રૂપારેલ, કિરીટભાઈ દાતાણી, જયદીપભાઈ ગોંધીયા, મયુરભાઇ અનડકટ, ભાવિનભાઈ ખખ્ખર, ભાવિનભાઈ ખગ્રામ, ડો. મિહિરભાઈ તન્ના સાહેબ, સમીરભાઈ પોપટ, પ્રગેશભાઈ સૂચક, મુકેશભાઈ ખંધેડીયા તેમજ પોલીસ પરિવારમાંથી પૂર્વ એસ.પી. બી.સી. ઠક્કર, એ.એસ.આઈ. મયુરભાઇ દામાણી , અને પી.એસ.આઈ. ભૂમિબહેન ગંડેચા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રદેશ પ્રમુખ કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ)મો.૮૩૦૬૪ ૨૩૮૬૮, ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ પાર્થ જોબનપુત્રા, કાનૂની સલાહકાર જયભારત ધામેચા, સૌરાષ્ટ્ર પ્રમુખ કિશન ઉનડકટ, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ પ્રતીક રાચ્છ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ રક્ષિત કાનાબાર સહિત રાજકોટ શહેર સંગઠનના વોર્ડ વાઇઝ સંયોજકો, વોર્ડ પ્રમુખો અને ‘શ્રી વિજયાદશમી મહોત્સવ - ૨૦૨૬' સમિતિના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
(3:06 PM IST)










