<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

જીવંતિકાનગરમાં મિતેશના કારખાનામાં દરોડોઃ જૂગાર રમતાં ત્રણને પકડી લેવાયા

ગાંધીગ્રામના રવિભાઇ ગઢવી સહિતની બાતમીથી દરોડોઃ રોકડ કબ્‍જે કરીઃ કુવાડવા પોલીસે નવાગામમાં જાહેરમાં પત્તા ટીચતા છને પકડયા

રાજકોટ તા. ૨૩: શહેરમાં વધુ બે સ્‍થળે પોલીસે દરોડા પાડી જૂગાર રમતાં ૯ શખ્‍સોને પકડી લીધા હતાં. ગાંધીગ્રામ વિસ્‍તા અને નવાગામમાં ગાંધીગ્રામ પોલીસ અને કુવાડવા પોલીસે આ દરોડા પાડયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ગાંધીગ્રામમાં આવેલા જીવંતિકાનગર શેરી નં ૧માં આવેલા મિતેશ મનસુખભાઈ ચૌહાણના બંધ કારખાનામાં જુગાર રમાતો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના હેડકોન્‍સ.રવિભાઈ ગઢવીને મળતા ટીમે દરોડો પાડી જુગાર રમતા કારખાનાના માલિક મિતેશ મનસુખભાઈ ચૌહાણ (રહે. જીવંતિકાનગર શેરી નં ૧,ગાંધીગ્રામ), વિજય કીશોરભાઈ પરમાર (રહે. લાખના બંગલા પાસે કષ્ટભંજન સોસાયટી), જીતેન્‍દ્ર સવજીભાઈ ચાવડા (રહે.અયોધ્‍યા ચોક અચસીજી હોસ્‍પિટલ પાછળ)ને ઝડપી લઇ ગંજીપત્તા અને રોકડ મળી કુલ રૂ.૧૧,૬૦૦નો મુદામાલ કબ્‍જે કર્યા હતાં.

પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, શબ્‍બીરખાન મલેક, કોન્‍સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, પ્રશાંતભાઇ ગજેરા, જયદેવસિંહ પરમાર, કોૈશિકભાઇ ડાંગર, હોમગાર્ડ હરદીપસિંહ જાડેજાએ આ દરોડો પાડયો હતો.

જ્‍યારે કુવાડવા પોલીસ મથકના પીએસઆઈ પરમારની રાહબરીમાં ખોડુભાજાડેજા, જયદીપભાઈ ધોળકિયા, ભાવેશભાઈ મકવાણા સહિતનો સ્‍ટાફ દારૂ જુગાર સહિતની બદી ડામવા માટે વિસ્‍તારમાં પેટ્રોલીગમાં હતો ત્‍યારે કોન્‍સ. કુશલભાઈ જોશીને મળેલી બાતમી પરથી રંગીલા વિસ્‍તાર પંચવટી ૨, માધવી સ્‍કુલની બાજુમાં નવાગામમાં દરોડો પાડી સંજય વાઘાભાઇ સરવૈયા, ભરતભાઈ લાલજીભાઈ મકવાણા, પ્રવીણ છનાભાઇ સાકરિયા, રાજેશ બચુભાઈ કુમારખાણીયા, ગોરધન રણછોડભાઈ મેરિયા, રાયધન હકાભાઇ પરાલીયા (રહે.બધા નવાગામ આણંદપર રંગીલા વિસ્‍તાર)ને ઝડપી લઇ ગંજીપત્તા અને રોકડ મળી કુલ રૂ.૧૨,૨૪૦નો મુદામાલ સાથે પકડી લીધા છે. પીએસઆઈ એમ. આર. પરમાર વધુ તપાસ કરે છે. 

(2:12 PM IST)